વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે તેની વર્તમાન અવધિનુ અંતિમ વચગાળાનુ બજેટ હાલમાં રજૂ કરીને તમામ વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા છે. ટોપના અર્થશાસ્રીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય વર્ગ પણ માને છે કે ખુબ મહેનત સાથે આ બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બજેટમાં તમામ સારી બાબતો નજરે પડે છે. ભારતના વિશાળકાય અસંગઠિત ક્ષેત્રના કામદારોને કોઇ સામાજિક સુરક્ષા મળતી નથી અને કોઇ બેરોજગારી ભથ્થા પણ મળતા નથી. આવી સ્થિતીમાં જો માત્ર ૧૦૦ રૂપિયા પ્રતિ મહિનાની નાનકડી રકમ મારફતે જો તેમને પેન્શન મળી શકે છે તો તેમાં વાંધો શુ છે.
દેશમાં સંપત્તિને લઇને રોકાણકારોના લાલચને તમામ લોકો સારી રીતે સમજે છે. સરકારે સમય સમય પર રોકાણકારોના વલણને બીજી તરફ વાળવાના પ્રયાસો પણ કર્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લાગે છે કે એનડીએની નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સરકારના આ વચગાળાના બજેટમાં પણ આવાસ ખરીદવા માટે ઇચ્છુક લોકોને અનેક ભેંટ આપવામાં આવી છે. બજેટ કેટલીક રીતે રાહત આપે છે. પરંતુ તેને અમલી કરવામાં તકલીફ પણ આવનાર છે. જેન અવગણના કરી શકાય તેમ નથી. પહેલી નજરમાં તો આ લોકોને પ્રભાવિત કરનાર બજેટ લાગે છે. જા કે ધ્યાન આપવા લાયક બાબત એ છે કે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ એનડએની નિતીમાં યોગ્ય લાગતા નથી. આનાથી પણ મોટી બાબત એ છે કે આગામી કેન્દ્ર સરકાર માટે બજેટના આ લોકપ્રિય પ્રસ્તાવને અમલી કરવા માટેની બાબત મુશ્કેલરૂપ બની શકે છે. બજેટ પ્રસ્તાવમાં ઉંડા અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણી શકાય છે કે તે મતદાતા અને રોકાણકારો બંનેને પ્રભાવિત કરનાર બજેટ છે.
એનડીએની સરકારે પોતાના પાંચ વર્ષના ગાળામાં મુશ્કેલથી કોઇ કરવેરામાં રાહત આપી છે. આવી સ્થિતીમાં આવકવેરા મુક્તિ મર્યાદાને સીધી રીતે ૨.૫૦ લાખ રૂપિયાથી વધારીને માંગ લાખ રૂપિયા કરવાન બાબતત પડકારરૂપ છે. પરંતુ અહીં સરકારે નાક સીધી રીતે પકડી લેવાના બદલે કેટલીક અલગ રીતે પકડીને કેટલાકને દુવિધામાં મુકી દીધા છે. આવકવેરામાં છુટછાટનો અર્થ એ છે કે આ લાભ એવા લોકોને મળશે જે લોકોની આવક પાંચ લાખ રૂપિયા સુધીની છે. અથવા તો ૬.૫ લાખ છે જે કલમ ૮૦ સી હેઠળ આવનાર રોકાણ પણ છે. આનાથી વધારાની આવકવાળા લોકો નિયમિત રીતે પહેલાની જેમ ટેક્સ આપતા રહેશે. સવાલ એ થાય છે કે કરદાતાની સામે આ દુવિધાભરેલી દરખાસ્ત મુકવા પાછળના કારણ શુ છે તો આનો જવાબ છે કે સરકાર એકબાજુ કરદાતા પ્રત્યે હળવુ વલણ અપનાવી રહી છે બીજી બાજુ કરદાતા પાસેથી ઇમાનદારી પૂર્વક ટેક્સ લેવા માટે ઇચ્છુક છે. વધુને વધુ લોકો ટેક્સ ચુકવવા માટે આગળ આવે તે સમયની માંગ છે. છેલ્લા ચાર નાણાંકીય વર્ષોના ગાળા દરમિયાન કરદાતાની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધીને ૩.૭૯ કરોડથી વધીને ૬.૮૫ કરોડ થઇ ગઇ છે. આની ક્રેડિટ કઠોર નિયમ અને નોટબંધીના કારણે અસર થઇ છે. સરકાર આ નવા કરદાતાને કોઇ પણ કિંમત ગુમાવી દેવા માટે તૈયાર નથી.
સામાન્ય લોકોને એક અન્ય ફરિયાદ મોદી સરકારથી એપણ હતી કે સરકારે પણ અન્ય સરકારોની જેમ જ જનતાની ઔપચારિકતા પૂર્ણ કરવાની ફાઇલ દબાવી દીધી છે. આના પર ધ્યાન આપીને સરકારે રિટર્ન દાખલ કરવા માટેની પ્રક્રિયાને ૨૪ કલાકમાં પૂર્ણ કરવાની સાથે સાથે ચકાસણી સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક બનાવી દીધી છે. આ બજેટમાં ટીડીએસની મર્યાદા ૧૦૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦૦૦૦ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે. આ રાહત નાના બચતદારો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે ફાયદાકારક છે. આના કારણે કરવેરા યોગ્ય આવક સીમા મર્યાદાને ફાયદો થનાર છે. આના કારણે પેન્શરોને ટીડીએસ કપાવી દેવા માટે બેંક અને પોસ્ટ ઓફિસના ચક્કર લગાવવા પડશે નહીં. તમામ લોકો સારી રીતે જાણે છે કે ટીડીએસ કપાવતા કરદાતાના સીબીડીટી દ્વારા રજૂ કરવામાં આવતા કરવેરા આધારમાં ઉલ્લેખનીય યોગદાન રહે છે. નવેસરની બજેટ જાગવાઇમાં અસંગઠિન ક્ષેત્રના ૧૫૦૦૦ રૂપિયા માસિક કમાણી કરનાર લોકોને માટે કેટલીક જાહેરાત કરવામાં આવી છે. ૧૦ કરોડ લોકોને ૩૦૦૦ રૂપિયાની પેન્સન આપવાની દરખાસ્ત છે. ઉલ્લેખનીય છે કે જો સરકાર માત્ર ૧૦૦ રૂપિયા પ્રતિ માસ જમા કરીને પેન્સન સ્કીમ આપી રહી છે તો તેમાં વાંધો શુ છે. આ યોજના માટે ૫૦૦ કરોડ મુકાયા છે.