નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે હવે મતદાન યોજાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સાતમાં તબક્કામા કુલ કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. પહેલાથી સાત તબક્કા સુધીના ચિત્રની વાત કરવામાં આવે તો પણ આંકડા જાણી શકાય છે. પહેલાથી સાતમાં તબક્કા સુધી કુલ ૮૦૪૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. પહેલાથી સાતમા તબક્કા સુધ ચિત્ર નીચે મુજબ રહ્યુ છે.
કુલ ઉમેદવારોની સંખ્યા – ૮૦૪૯
કુલ મહિલા ઉમેદવારની સંખ્યા – ૭૧૭
કુલ ઉમેદવાર પર અપરાધિક કેસ – ૧૯ ટકા
કુલ કરોડપતિ ઉમેદવારો – ૨૯ ટકા
ઉમેદવારોની સરેરાશ સંપત્તિ – ૪.૧૪ કરોડ
અપક્ષ ઉમેદવારોની સંખ્યા – ૩૧૫