આજકાલ જમવા માટે આપણે બધા ઓનલાઇન ફૂડનો ઓર્ડર કરવા માટે ફૂડ ડિલીવરી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે વિચારીને કે એપ્લીકેશન પર ભોજન સસ્તુ મળી રહે છે, પરંતુ રેસ્ટોરન્ટની અસલી કિંમતો અને સ્વિગી-ઝોમેટોની કિંમતોમાં અંતર જોવા મળે છે. તેની તપાસ માટે અમારી ટીમ મુંબઈના એક રેસ્ટોરન્ટની તપાસ કરવા માટે પહોંચી ત્યારે હકીકતની જાણ થઈ હતી. આ રેસ્ટોરન્ટમાં ખાવાની કિંમત અને ઓનલાઇન એપ્લીકેશનની કિંમતોમાં અમને ૧૫-૨૦ રૂપિયાનું અંતર જોવા મળ્યું હતું.
થોડા દિવસ પહેલા રાહુલ કાબરા નામના એક ગ્રાહક સાથે પણ આવી ઘટના બની હતી. લિંક્ડઇન યૂઝર રાહુલ કાબરાએ ઝોમેટોના ઓર્ડરનું બિલ અને તે ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી હતી. જેમાં કુલ ઓર્ડર રકમમાં ઘણું અંતર હતું. ઓર્ડર મુંબઈની એક રેસ્ટોરન્ટ ધ મોમો ફેક્ટ્રીનો હતો અને તેમાં આ આઇટમ સામેલ હતી- વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇઝ અને મશરૂમ મોમો. રાહુલ કાબરાએ કેપ્શનમાં લખ્યું- હું ઓનલાઇન વિરુદ્ધ ઓફલાઇન ઓર્ડરની તુલના કરી રહ્યો છું. મેં જોયુ છે- ઓફલાઇન ઓર્ડરની કિંમત- – INR 512, Zomato ઓર્ડરની કિંમત – INR 690 (૭૫ રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ) INR ૧૭૮ = (૬૯૦-૫૧૨)/૫૧૨ પર દરેક ઓર્ડરના ખર્ચમાં ૩૪.૭૬% નો વધારો. આ બાબતે ઝોમેટોએ કરી સ્પષ્ટતા કરી કહ્યું કે એક ગ્રાહક અને એક રેસ્ટોરન્ટ વચ્ચે એક મધ્યસ્થ મંચ છે, જેનો અમારા પ્લેટફોર્મ પર રેસ્ટોરન્ટ ભાગીદારો દ્વારા લાગૂ કરવામાં આવેલી કિંમતો પર કોઈ નિયંત્રણ નથી. અમે રેસ્ટોરન્ટ પાર્ટનરને તમારી પ્રતિક્રિયાથી માહિતગાર કરાવી દીધા છે અને તેને આ વાત પર ધ્યાન આપવાની વિનંતી કરી છે.
આ મામલે સામાન્ય લોકોએ આપી પ્રતિક્રિયાઓ શરુ કરી દીધી. અમારી ટીમે લોકો સાથે વાત કરી તો લોકોએ કહ્યું કે અમને આ વાતની જાણકારી હતી પરંતુ આળસ અને સુવિધાના ચક્કરમાં તે વધુ પૈસા આપે છે. કેટલાક લોકોનું કહેવું હતું કે આ ઓનલાઇન એપ્લીકેશન પૈસા વધુ લે છે તેનાથી મોટી સમસ્યા છે ભોજનની ક્વોલિટી અને કોન્ટેટીને લઈને.