છેલ્લા કેટલાક સમયથી હાર્ટ સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યાં પહેલા લાંબી ઉંમર બાદ હાર્ટની બીમારીના કેસ સામે આવતા હતા ત્યારે આજના સમયમાં નાની ઉંમરના લોકોમાં પણ તે જોવા મળી રહ્યા છે. કોરોના બાદથી કાર્ડિયાક અરેસ્ટના કેસમાં પણ ઘણો ઉછાળો જોવા મળ્યો છે અને યુવાઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. ડરામણી વાત એ છે કે કાર્ડિયાક અરેસ્ટમાં હ્રદયના ધબકારા કામ કરવાનું બંધ કરી દે છે અને જો તરત સારવાર ન મળે તો મૃત્યુ થઈ જાય છે. ઘણા લોકો હાર્ડ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે મૂંઝવણ અનુભવે છે. બને એક જેવું હોય છે કે અલગ અલગ હોય છે અથવા બંને અલગ-અલગ છે તો શું બંનેમાં ઘણું અંતર છે. જો આ બંનેમાં ખાસ તફાવત સમજી શકતા ન હોવ તો આ બંને વચ્ચે શું ફરક છે. તે જાણો.. સૌપ્રથમ તો જાણો કાર્ડિયાક અરેસ્ટ એટલે શું?.. જ્યારે વ્યક્તિના હ્રદયના ધબકારા બંધ થઈ જાય અને તે શરીરના બાકી ભાગો સુધી લોહી પહોંચાડી શકે નહીં ત્યારે તે સ્થિતિને કાર્ડિયાક અરેસ્ટ કહે છે. જ્યારે વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ આવે ત્યારે તે ગણતરીની પળોમાં બેભાન થઈ જાય છે. ચિંતાની વાત એ છે કે જો તેમાં તરત સારવાર ન મળે તો વ્યક્તિનું મોત સુદ્ધા થઈ જાય છે.
જાણો કાર્ડિયાક અરેસ્ટ આવવાનું કારણ?.. કાર્ડિયાક અરેસ્ટ અંગે સૌથી ડરામણી વાત એ છે કે તે ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. અનેકવાર હાર્ટ એટેક પણ તેનું કારણ બની શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના હ્રદયના સ્નાયુઓ નબળા હોય તો તે કારણ પણ કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. જાણો હાર્ટ એટેક એટલે શું?.. હાર્ટ એટેક કાર્ડિયાક અરેસ્ટથી એકદમ અલગ છે અને કાર્ડિયાક અરેસ્ટથી ઓછું ખતરનાક છે. જ્યારે વ્યક્તિના હ્રદય સુધી લોહી પહોંચાડનારી નળીઓમાં કોઈ બ્લોકેજ આવી જાય કે ધમનીઓ ૧૦૦ ટકા બ્લોક થઈ જાય તો તે સ્થિતિમાં માણસને હાર્ટ એટેક આવે છે. જાણો કે હાર્ટ એટેકમાં શું થાય છે?.. હાર્ટ એટેક આવવાની બરાબર પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમ કે છાતીમાં દુખાવો થવો, છાતી ભારે થવી એ તેના સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત શ્વાસ ફૂલવો, પરસેવો આવવો કે ઉલ્ટી થવી પણ સામાન્ય લક્ષણ છે. આ લક્ષણો તરત કે કેટલાક કલાકો બાદ પણ સામે આવે છે. જાણો હાર્ટ એટેક આવવાનું કારણ?… હાર્ટ એટેક આવવાનું કરાણ તમારી ખરાબ લાઈફ સ્ટાઈલ પણ હોઈ શકે છે. જો તમારી જીવનશૈલી યોગ્ય ન હોય તો તમે તમારી જાતને હાર્ટની આવી ગંભીર સ્થિતિ પાસે લઈ જાઓ છો એમ કહી શકાય. આજકાલ લોકોની ખરાબ ખાણીપીણી, કે પછી ઊંઘ પૂરતી ન લેવી કે કસરત ન કરવી એ હાર્ટ એટેકના સામાન્ય કારણો હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકથી બચવાની રીત જાણો.. કાર્ડિયાક અરેસ્ટથી બચવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકાય. એક્સપર્ટ્સનું કહેવું છે કે હાર્ટની યોગ્ય દેખભાળ કરીને હાર્ટ સંબંધિત બીમારીઓથી બચી શકાય. આ માટે તમારી લાઈફ સ્ટાઈલ હેલ્ધી રાખો. યોગ્ય આહારનું સેવન કરો. રોજ કસરત કરો. વજનને કંટ્રોલમાં રાખો. તણાવથી બચો. સ્મોકિંગ-આલ્કોહોલનું સેવન ન કરો. સમયાંતરે ડોક્ટરનો સંપર્ક કરતા રહો. જો કોઈને કોરોનરી આર્ટરી ડિસિઝ કે હાર્ટ સંબંધિત અન્ય કોઈ બીમારી હોય તો સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું. જો કોઈને કાર્ડિયાક અરેસ્ટ આવી ચૂક્યો હોય તો ઈમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફાઈબ્રિલેટર ઘર પર રાખો જેનાથી બીજા કાર્ડિયાક અરેસ્ટનું જોખમ ઓછું કરી શકાય છે.