નાગરિક બિલ ૨૦૧૯ને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નવમી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે લોકસભામાં રજૂ કરવામા આવ્યુ હતુ. લોકસભામાં ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતે આ બિલ પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આવી જ રીતે ૧૧મી ડિસેમ્બરના દિવસે આને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જ્યાં આ બિલની તરફેણમાં ૧૨૫ અને વિરુદ્ધમાં ૯૯ મત પડ્યા હતા. આ રીતે આ બિલ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામા આવ્યુ હતુ. ત્યારબાદ ૧૨મી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા આના પર હસ્તાક્ષર કરવામા આવ્યા બાદ આ કાનુનમાં ફેરફાઇ ગયા બાદથી આની વિરુદ્ધમાં દેશના જુદા જુદા ભાગોમાં જોરદાર દેખાવો થઇ રહ્યા છે. સંસદીય પ્રક્રિયાના નિયમ મુજબ જો કોઇ બિલ લોકસભામાં પાસ થઇ જાય છે અને રાજ્યસભામાં અટવાઇ પડે છે તો લોકસભાની અવધિ પૂર્ણ થયા બાદ તે બિલ નિષ્ક્રિય થઇ જાય છે. એટલે કે તેને ફરીથી સંસદના બંને ગૃહોમાં પસાર કરવાની ફરજ પડે છે. રાજ્યસભામાં સંબંધિત નિયમ અલગ છે.
જો કોઇ બિલ રાજ્યસભાં પેન્ડિંગ રહે અને લોકસભામાં પાસ થઇ શકે નહીં તો આવી સ્થિતીમાં લોકસભા ભંગ થઇ જાય છે તો બિલ નિષ્ક્રિય થઇ જતુ નથી. આ બિલ રાજ્યસભામાં પાસ થઇ શક્યુ ન હતુ. આ ગાળા દરમિયાન ૧૬મી લોકસભાની અવધિ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી આ બિલને સંસદના બંને ગૃહોમાં ફરી પાસ કરાવવાની ફરજ પડી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ કાનુન બની ગયુ છે. નાગરિક સુધારા કાનુન ૨૦૧૯માં કેટલીક ખાસ જોગવાઇ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ શિખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતા માટેના નિયમોને સરળ બનાવી દેવામાં આવ્યા છે. આ નિયમને સરળ બનાવીને નાગરિકતા હાંસલ કરવા માટેની અવધિને એક વર્ષથી લઇને છ વર્ષ કરવામાં આવી છે. એટલે કે આ ત્રણેય દેશોમાંથી ઉપરોક્ત છ ધર્મના લોકોને જે એકથી છ વર્ષમાં ભારતમાં આવીને વસી ગયા છે તેમને નાગરિકતા મળી શકશે
સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ભારતના ત્રણ મુસ્લિમ બહુમતિવાળા પડોશી દેશોમાંથી આવેલા બિન મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા માટેના નિયમ સરળ બનાવી દેવામાં આવ્યા છે. નાગરિક સુધારા બિલ ૨૦૧૯માં માત્ર બિન મુસ્લિમ શરણાર્થી લોકોનું જ ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ પ્રતિક્રિયા આપી છે. બિહારના બક્સરમાં પાર્ટીના સાંસદ અશ્વિની ચૌબેએ બિલનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને જીણાના અનુયાયી તરીકે ગણાવીને તેની ઝાટકણી કાઢી છે . બિહારના બેગુસરાઈના સાંસદ ગીરીરાજસિંહ કહી ચુક્યા છે કે આ બિલ કોઇની સાથે ભેદભાવ કરતું નથી બલ્કે પડોશી દેશોમાં અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિ સમુદાયના લોકો માટે ભારતને તેમના શરણના સ્થળ તરીકે બનાવી દેવાનો હેતુ છે. કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે બિલ મારફતે ધાર્મિક એજન્ડાને આગળ વધારવાનો કોઇ હેતુ નથી. આ પ્રકારના આરોપો આધાર વગરના છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓની વસ્તીમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની દલીલ છે કે સરકાર દ્વારા અયોગ્ય કાયદા દ્વારા નાગરિક સુધારા કાનુન લેવાયુ છે. ગેરબંધારણીય કાયદાઓને રજૂ કરીને બંધારણના નિર્માતાઓ ન્યાયતંત્ર ઉપર તેમની જવાબદારી નાંખી રહ્યા છે. વિરોધ પ્રદર્શન કેટલા ગેરમાર્ગે દોરાયેલા લોકો કરી રહ્યા છે. સરકારે પ્રથમ દિવસથી કહ્યુ છે કે આ કાનુનને લઇને કોઇ મુસ્લિમને ભયભીત થવાની જરૂર નથી. કારણ કે આ કાનુનમાં મુસ્લિમને લઇને કોઇ કઠોર જોગવાઇ નથી. આની સાથે કોઇ લેવા દેવા પણ નથી. મુસ્લિમ માટે કોઇ અલગ કઠોર જોગવાઇ કરવામાં આવી નથી.