નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં હવે મતદાન યોજાનાર છે.સાતમાં અને અંતિમ તબક્કામાં ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો ૫૩૭ ઉમેદવારોની વય ૨૫ વર્ષથી લઇને ૫૦ વર્ષ વચ્ચેની છે. અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થનાર છે. આ તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. જેમાં ૯૬ મહિલા ઉમેદવારો પણ રહેલી છે. રાજકીય તમામ પક્ષો છેલ્લા તબક્કાની ચૂંટણીમાં વધુને વધુ સીટ પર જીત મેળવી લેવા માટે દાવ લગાવી રહ્યા છે. જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. સાતમાં તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારોની વય નીચે મુજબ છે.
૨૫થી ૫૦ વર્ષની વચ્ચેના ઉમેદવાર – ૫૩૭
૫૧થી ૮૦ વર્ષની વયના ઉમેદવાર – ૩૬૬
૮૦થી ઉપરની વયના ઉમેદવાર- ૦૩
ભાજપે મેદાનમાં ઉતારેલા ઉમેદવાર – ૪૪
કોંગ્રેસે ઉતારેલા ઉમેદવારો – ૪૬