નવી દિલ્હી : ભારતે ઇથોપિયન એરલાઇન્સ વિમાન દુર્ઘટના થયા બાદ સુરક્ષાના કારણોસર હવે અન્ય દેશોની સાથે આગળ વધીને તાત્કાલિક ધોરણે બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનપર પ્રતિબંધ મુકી દીધો છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ વિમાનોના ઉડાણ પર પ્રતિબંધ રહેશે. ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આની સીધી અસર સ્પાઇસ જેટ અને જેટ એરવેઝની સેવા પર થઇ રહી છે. બોઇંગ ૭૩૭ મેક્સ-આઠને લઇને દુનિયા હાલમાં ભયભીત કેમ છે તેને લઇને ચર્ચા છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનની વિશેષતા નીચે મુજબ છે.
- ગયા રવિવારના દિવસે ઇથોપિયન એરલાઇન્સનુ વિમાન તુટી પડતા ૧૫૮ પ્રવાસીઓના મોત થઇ ગયા હતા અને આ વિમાન બોઇંગ ૭૩૭ મેક્સ -૮ હતુ. વિમાન ક્રેશમાં તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગત તપાસમાં ખુલી રહી છે. ભારતમાં સ્પાઇસ જેટ અને જેટ એરવેઝ દ્વારા આ વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે સ્પાઇસની પાસે આવા ૧૨ અને જેટની પાસે આવા આઠ વિમાનો છે
- બોઇંગ ૭૩૭ મેક્સના ચાર મોડલ છે જેમાં ૭૩૭ મેક્સ-૭, મેક્સ -૯ અને મેક્સ -૧૦નો સમાવેશ
- ૭૩૭ મેક્સ-સાતમાં ૧૭૨ યાત્રીઓ બેસી શકે છે. યાત્રીઓની બેસવાની ક્ષમતા ઓછી છે પરંતુ આ વિમાન સૌથી વધારે ૭૧૩૦ કિલોમીટર સુધી એક વખતમાં મુસાફરી કરી શકે છે
- બોઇંગ ૭૩૭-આઠમાં ૨૧૦ યાત્રીઓ બેસી શકે છે અને તે ૬૫૭૦ કિલોમીટર સુધી યાત્રા કરે છે
- બોઇંગ ૭૩૭-મેક્સ નવ ૨૨૦ સીટ છે અને તે ૬૫૭૦ કિોમીટર સુધી મુસાફરી કરી શકે છે
- બોઇંગ ૭૩૭ મેક્સ દસમાં ૨૩૦ સીટો છે અને તે ૬૧૧૦ કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે
- આ વિમાનમાં પાંખડાની ડિઝાઇન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેના કારણે ફ્યુઅલમાં ઓછો ખર્ચ થાય છે. યાત્રીઓ માટે આ સુવિધાજનક છે
- બોઇંગના આ વિમાનમાં પાયલોટ માટે વધારે સુવિધા છે. આમાં નવી ડિસ્પલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી ચુક્યો છે. તેમાં ૧૫ ઇંચના મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા છે જેથી પાયલોટને ઓછી મહેનત સાથે જરૂરી સુચના મળી જાય છે
- વિમાનના એન્જિન અને સોફ્ટવેરમાં સમસ્યા આવી રહી છે. પાયલોટોને આની પુરતી તાલીમ આપવામાં આવી નથી. એન્જિનમાં તકલીફના કારણે અનેક વખત ગતિ પોતાની રીતે ધીમી થઇ જાય છે અને વિમાન બંધ થઇ જાય છે. આ સમસ્યાને દુર કરવા માટે બોઇંગે તેમાં એમસીએએસ નામનુ સોફ્ટવેર લગાવ્યુ છે. જો કે સોફ્ટવેરમાં પણ પરેશાની છે. કેટલીક વખત ખોટા નિર્દેશ પણ આપે છે
- ખુબ ઓછી સંખ્યામાં પાયલોટોને આ વિમાનના સિમ્યુલેટર પર ટ્રેનિંગ આપવામાં આવી છે.