માણસના મોતના 24 કલાક પછી મડદાં સાથે શું શું થયા છે? સ્મશાનના કર્મચારીની વાત સાંભળીને ધ્રૂજી જશો

Rudra
By Rudra 3 Min Read

મૃત્યુ એક સનાતન સત્યા છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નક્કી છે અને એ જ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ તમે મૃત્યુ સાથે જોડાયેલું આ સત્ય નહીં જાણતા હોય કે, મૃત્યુનાં 24 કલાકમાં શરીર સાથે શું-શું થાય છે?

મૃત્યુ એટલે મનુષ્ય શરીરમાંથી આત્મા નીકળીને નવું શરીર અથવા મોક્ષ પ્રાપ્ત કરે. કોઈપણ વ્યક્તિના મૃત્યું બાદ શરીરનું શું થાય છે? આ એક એવું રહસ્ય છે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ઘણા રિસર્ચ અને પુસ્તકોમાં મૃત્યુને લઈ વિવિધ દાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ સાચુ સત્ય શું છે એ કોઈ શોધી શક્યું નથી.

જોકે, કેટલાક લોકો એવા છે જેમણે મૃત્યુને સૌથી નજીકથી જોયું છે. એ છે સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓ. આ લોકો દરરોજ ઘણી લાશોને બળતા જોવે છે, અને તેઓ સારી રીતે જાણે છે કે, મૃત્યુ પછી મૃત શરીરનું શું થાય છે. અહીંયા કામ કરતા લોકોએ આઘાતજનક સત્ય જાહેર કર્યું છે, જે તમારા આત્માને ધ્રુજાવી દેશે.

સૌથી પહેલા શરીર કડક લાગે, હાથ-પગ સીધા થઈ જાય અને મોઢું ખુલ્લું રહી જાય છે. એવું લાગે છે કે, લાશ જોરજોરથી ચીસો પાડી રહી છે. 6-12 કલાક પછી સૌથી ભયાનક ક્ષણ આવે છે. શરીરમાં બાકી રહેલો ગેસ અને સ્નાયુઓ અચાનક સંકોચાઈ જાય છે. અચાનક લાશનું ધડ ઉપર આવે છે, હાથ આગળની તરફ વળે છે. ઘણી વાર તો આંખો પણ ખુલ્લી જાય છે. જો આ ઘટના કોઈ નવો કર્મચારી જોવે તો, તે ત્યાંથી ભાગી જાય છે.

જ્યારે લાશને ચિતા પર મૂકવામાં આવે છે અને અગ્નિ પ્રગટાવવામાં આવે છે, ત્યારે શરીરની અંદરનું પાણી વરાળમાં ફેરવાય છે. આ વરાળ સ્નાયુઓને ફૂલાવી દે છે, જેના કારણે હાથ અને પગ હલનચલન કરે છે. એવું લાગે છે કે લાશ જીવતી થઈ છે. ઘણી વાર તો શરીર પલટી જાય છે. સૌથી ભયાનક અવાજ ખોપરી ફૂટવાનો છે. જ્યારે મગજમાં પાણી 100 ડિગ્રી પર ઉકળે છે, ત્યારે ખોપરીમાં દબાણ વધે છે. અચાનક ખોપરી જોરથી “ધડાકા” સાથે ફૂટે છે. રાત્રિના શાંત વાતાવરણમાં આ અવાજ દૂર દૂર સુધી ગુંજતો રહે છે.

કેટલીકવાર પેટમાં ફસાયેલો ગેસ આગ પકડે છે ત્યારે મોંમાંથી બહાર નીકળી જાય છે. હવાના દબાણને કારણે લાંબી “આઆઆઆઆહ…” ચીસ ઉત્પન્ન થાય છે. જો કોઈપણ આવી ચીસો પહેલીવાર સાંભળે તો તેની ઊંઘ હરામ થઈ જાય છે.

Share This Article