‘સુપર ૩૦’ ના શૂટિંગ દરમિયાન ફ્રી ટાઇમમાં શું કરતો હ્રિતિક રોશન?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હ્રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન એક શિક્ષકના રોલમાં દેખાવાના છે. જે ૩૦ બાળકોને IITની  એન્ટ્રન્સ ટેસ્ટ માટે ભણાવે છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન પટનાના શિક્ષક આનંદ કુમારના રોલમાં દેખાશે.

ફિલ્મમાં હ્રિતિક રોશન અને તેમના સ્ટુડન્ટ્‌સનું બોન્ડિંગ શાનદાર છે. સેટ પર શૂટિંગ દરમિયાન પણ હ્રિતિક રોશન અને વિદ્યાર્થીઓ વચ્ચેની કેમેસ્ટ્રીની ચર્ચા ચાલી રહી છે. જો કે ઓન કેમેરાની સાથે સાથે ઓફ કેમેરા પણ હ્રિતિક બાળકો સાથે ખૂબ મસ્તી કરતા હતા.

શૂટિંગ દરમિયાન ફ્રી પડતા સમયમાં હ્રિતિક રોશન બાળકો સાથે ગેમ રમતા હતા. હ્રિતિક બાળકોને જુદા જુદા ઉખાણા પૂછતા અને બાળકોને જુદા જુદા ગ્રુપમાં વહેંચીને ટાસ્ક પૂરા કરવા આપતા હતા. મળતી માહિતી મુજબ હ્રિતિક રોશન રોજ એક અલગ ગેમ પ્લાન કરીને બાળકોને રમવા આપત હતા.

હ્રિતિક રોશનની સુપર ૩૦ શૂટિંગ શરૂ થયું ત્યારથી જ ચર્ચામાં છે. સુપર ૩૦ સ્પેશિયલ ૩૦ નામના ગ્રુપ પર આધારિત સત્યઘટના છે. જેમાં આર્થિક રીતે પછાત બાળકોને IITની પ્રવેશ પરીક્ષા માટે ભણાવતા શિક્ષકની વાત છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની સાથે સાથે મૃણાલ ઠાકુર, અમિત સઢ અને નંદીશ સંધુ દેખાશે. ફિલ્મ ૨૬ જુલાઈ ૨૦૧૯ના રોજ રિલીઝ થઈ રહી છે.

 

Share This Article