દિલ્હીમાં ચાલી રહેલા સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા સાત દિવસથી હળતાળ પર છે. ત્યારે હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી આ હળતાળ પર ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું છે કે ખબર નથી પડી રહી આ હળતાળ છે કે ધરણા છે અથવા પહેલેથી જ નક્કી કરવામાં આવ્યુ હતુ.
શું ઉપરાજ્યપાલના ઘરની અંદર ધરણા કરવા માટે તમે પરમીશન લીધી હતી.. કેવી રીતે કોઇના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરી શકે છે.
હાઇકોર્ટે કહ્યું હતુ કે આ કોઇ ટ્રેડ યુનિયન જે રીતે પોતાની માંગને લઇને હળતાળ પર બેસે છે તેવી જ રીતનું કામ છે. જલ્દીથી જલ્દી આ સમસ્યાનું સમાધાન લાવો. કોર્ટે જલ્દી જ આ હળતાળને બંધ કરવા માટે કહ્યું છે.
એક મુખ્યમંત્રી દર નાની નાની વાતે હળતાળ પર ઉતરી જાય તે યોગ્ય નથી. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને આ બાબતમાં દખલ લેવા માટે કહ્યું હતું. હવે હાઇકોર્ટે જ તેમના મામલામાં દખલ લઇને જલ્દી આ હળતાળને બંધ કરવા માટે કહ્યું છે.