‘Hera Pheri ૩’માં ફિલ્મના કાસ્ટિંગ કેરેક્ટર વિશે ડિરેક્ટર આ શું બોલી ગયા!..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલ ફિલ્મ ‘હેરા ફેરી’ના આગળના ભાગને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કન્ફર્મ કર્યુ હતું કે અનીસ બઝ્‌મી દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘હેરા ફેરી ૩’નો ભાગ નહીં રહે. આ ખબર બાદ અટકળો લગાવવામાં આવી હતી કે ડિરેક્ટર અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કરશે. હવે આ ખબરમાં એક શાનદાર અપડેટ સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ ‘હેરા ફેરી’ અક્ષય વિના પણ બની શકે છે. ફિરોઝ નાડિયાડવાલા અક્ષય સાથે ફરી વાત કરવાનું શરુ કરી દીધું છે. જો બધુ ઠીક થઈ જશે તો ફિલ્મમાં દર્શકોને અક્ષયની કોમેડી જોવા મળશે. જણાવી દઈએ કે ‘હેરા ફેરી ૩’માં અક્ષયની જગ્યાએ કાર્તિકના કાસ્ટિંગને લઈને અક્ષય ફેન્સથી ખૂબ જ નારાજ છે.

એક્ટરના ફેન્સ અને યુઝર્સ સોશિયલ મીડિયા પર હંગામો કરી રહ્યા છે, હેરા ફેરી ફ્રેન્ચાઈઝીના ફેનનું કહેવું છે કે અક્ષય કુમાર વિના હેરા ફેરી અધુરી છે. ફેન્સે પોતાની નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર #NoAkshayNoHeraFeri કેમ્પેઇન શરુ કર્યો છે. હવે આ મામલે પિન્ક વિલાના રિપોર્ટની માનીએ તો ફિરોઝ નાડિયાડવાલા, અનીસ બઝ્‌મી અને રાજ શાંડિલ્ય સહિત ઘણા ડિરેક્ટરોની વાતચીત પર કહેવામાં આવી રહ્યુ છે કે સ્ક્રિપ્ટ પરવી વાત હજુ ફાઈનલ જ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર સૂત્રો દ્વારક જણાવવામાં આવ્યુ છે કે, ફેન્સની સાર્વજનિક માંગ પર ફિરોઝ નડિયાડવાલાએ ‘હેરા ફેરી ફ્રેન્ચાઈઝી’માં રાજૂના રુપે પરત ફરવા અક્ષય કુમાર સાથે ફરી વાત કરી રહ્યા છે. વળી કાર્તિક આર્યનની સાથે હેરા ફેરી ૩ની કાસ્ટિંગના સંબંધિત કાગળ પર બધુ બરાબર છે. કાસ્ટિંગ બદલવાના ચાન્સ હજુ પણ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યુ છે કે પાછલા ૧૦ દિવસોમાં, ફિરોઝે અક્ષય કુમાર સાથે ઘણી મુલાકાત કરી છે જેથી તમામ મતભેદને દૂર કરી શકાય અને પસંદગીની ફ્રેન્ચાઈઝીમાં પરત લાવી શકાય. તેમને ખબર છે કે તેમનું કેરેક્ટર કેટલું પાવરફુલ છે. તેની સાથે જ તેમણે સ્વીકાર કરી લીધો છે કે કેરેક્ટરને નવી ઉંચાઈ પર લઈ જવાનો શ્રેય અક્ષયના પાત્રને નિભાવવાની રીત પર જાય છે. જોકે, અક્ષય ફિલ્મમાં જશે કે નહીં તે નક્કી નથી.

Share This Article