સુમોનાએ શેનો ખુલાસો કર્યો ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ધ કપિલ શર્મા શોથી પોપ્યુલર થયેલી સુમોના ચક્રવર્તીના અફેરની ખબરો વારંવાર આવતી હોય છે. હાલમાં જ બંગાળી સિનેમા સાથે જોડાયેલા સમ્રાટ મુખર્જી સાથે સુમોના લગ્ન કરી રહી છે તેવા રુમર્સ આવ્યા હતા. તે વાતને લઇને સુમોનાએ ખુલાસો કર્યો હતો કે સમ્રાટ તેનો ફેમિલી ફ્રેન્ડ છે અને તેના જીવનમાં કોઇ પુરુષ નથી. સુમોના લગ્ન જ કરવા માંગતી નથી તે સિંગલ અને ખુશ છે. તેને પોતાની લાઇફમાં હાલ કોઇ પુરુષની એન્ટ્રી જોઇતી નથી.

તમને જણાવી દઇએ કે સુમોના ધ કપિલ શર્મા શો પહેલા બડે અચ્છે લગતે હૈ માં જોવા મળી હતી. આ સિવાય પણ તે ઘણા શો અને મૂવિઝમાં કામ કરી ચૂકી છે. સલમાન ખાનની કિકમાં પણ તે જોવા મળી હતી.ધ કપિલ શર્મા શો પહેલા સુમોના કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં કપિલની પત્નિનો રોલ પ્લે કરતી હતી જેમાં તે ખુબ લોકપ્રિય બની હતી. ત્યારબાદ કોમેડી નાઇટ્સ…. શો પૂર્ણ થઇ જતા ધ કપિલ શર્મા શોમાં પણ તે કપિલના પડોશી ડો. મશહૂર ગુલાટીની દિકરીના રોલમાં જોવા મળી હતી.

ધ કપિલ શર્મા શો બંધ થઇ ગયા બાદ કપિલ ફરી નાના પરદે પાછો આવી રહ્યો છે અને આ વખતે તેની ટીમમાં કોણ કોણ હશે તેનો ખુલાસો સમય જતા થશે. સુમોના પોતાની કરિયરથી ખુબ ખુશ છે અને અત્યારે તે લગ્નના બંધનમાં બંધાવવા નથી માંગતી જેથી તેણે તેની સાથે જોડાયેલા દરેક સંબંધને રદિયો આપ્યો છે. તે સિવાય તેણે કહ્યું છે કે દુનિયા બદલાઇ રહી છે અને હવે સમાજે સિંગલ મહિલાઓ વિશે પોતાના વિચાર બદલવા જોઇએ.

Share This Article