લગ્ન પછી એવુ તો શું જોયુ કે પત્ની સાથે છુટાછેડા લેવા તૈયાર થયો પતિ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લગ્ન એક એવી પ્રથા છે જેના બંધનમાં બંધાયેલા પણ પસ્તાય છે અને જે આ બંધનમાં નથી પડ્યા તે પણ પસ્તાય છે. હાલમાં જ અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો છે જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. લગ્ન કરીને જ્યારે પતિએ પત્નીને જોઇ ત્યારે તેણે અદાલતમાં છુટાછેડા લેવા માટેની અરજી કરી હતી. અદાલતે આ અરજીને રદ્દ કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ જ્યારે લગ્ન કરીને પતિએ પત્નીનો ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે તેણે જોયુ કે, પત્નીના ચહેરા પર વાળ છે અને તેનો અવાજ પણ પુરુષ જેવો છે. ફરિયાદ કરનાર પુરુષે કહ્યું હતુ કે લગ્ન પહેલા તેને અંધારામાં રાખવામાં આવ્યો હતો. તેને જણાવવામાં આવ્યુ નહોતુ કે તેના ચહેરા પર વાળ છે. તેની સાથે ચિટીંગ થઇ છે તેવુ કહીને તેણે અદાલતમાં ડિવોર્સ માટે એપ્લાય કર્યુ હતુ.

પતિએ જણાવ્યુ હતું કે, તેમના સમાજની પરંપરા અનુસાર પોતાની પત્નીનો ચહેરો લગ્ન પહેલા જોયો નહોતો. જ્યારે લગ્ન કર્યા ત્યારે મેકઅપના લીધે ચહેરા પર વાળ છે અને તેને દાઢી છે તે જોઇ શક્યો નહોતો. જ્યારે તે કામથી શહેર ગયો અને પાછો આવ્યો ત્યારે તેની પત્નીના ચહેરા પર વાળ છે તે જોઇને ડઘાઇ જ ગયો હતો. પત્નીને દાઢી છે અને તેનો અવાજ પુરુષ જેવો છે.

હવે આ કેસમાં આગળ શું થશે તે સમય જ બતાવશે.

Share This Article