વિરાટ કોહલીની સદી પછી ડ્રેસિંગ રુમમાં બેઠેલા રોહિત શર્માએ શું કહ્યુ? બાજુમાં બેઠાના અર્શદીપે ખોલી દીધી પોલ, જાણીને ચોંકી જશો

Rudra
By Rudra 3 Min Read

રાંચીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટે શાનદાર સદી ફટકાર્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્મા સૌથી વધુ ખુશ હતો. સાઉથ આફ્રિકા સામે કોહલીએ પોતાની 52મી વનડે સદી ફટકારી હતી. જેમાં તેણે 135 રન બનાવ્યાં. મેદાન પર કોહલી સદીની ઉજવણી કરી રહ્યો હતો તો, બીજી બાજુ રોહિત શર્માનું રિએક્શન પણ જોવા લાગક હતું. આ દરમિયાન કેમેરામાં હિટમેન કંઈક કહેતો હોય એવું જોવા મળે છે. ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાના હિસાબે તેની બોડી લેંગ્વેજ પરથી અલગ અલગ અટકળો લગાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હવે અર્શદીપ સિંહે પણ તેમાં ઝંપલાવ્યું છે.

વિરાટની સદી દરમિયાન રોહિત શર્માના બાજુમાં ઉભેલા અર્શદીપ સિંહે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે રોહિતે ખરેખર શું કહ્યું હતું? મેચના બીજા દિવસે એટલે કે 1 ડિસેમ્બરે અર્શદીપે એક નાનો વીડિયો બનાવ્યો હતો.

અર્શદીપની IPL ટીમ પંજાબ કિંગ્સના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં અર્શદીપ કહે છે, “વિરાટ ભાઈની સદી બાદ રોહિત ભાઈએ શું કહ્યું, તેના વિશે મને ઘણા મેસેજ આવી રહ્યા છે. તેથી હું કહી રહ્યો છું કે તેમણે શું કહ્યું હતું. તેમણે કહ્યું— ‘નીલી પરિ, લાલ પરિ, રૂમમાં બંધ, મને નાદિયા પસંદ…’”

શું ખરેખર રોહિતે એવું કહ્યું હશે?

આનો જવાબ તમે પણ જાણો છો— *‘ના’*. અર્શદીપ સિંહે આ વાત મજાકમાં જ કહી છે. થોડા સમયથી યુઝવેદ્ર ચહલ પછી જો ભારતીય ટીમને પોતાનો કોમેડી કિંગ મળી ગયો હોય, તો તે અર્શદીપ સિંહ જ છે. રોહિત શર્મા કોહલીની સદીની ઉજવણી કરતી વખતે ખૂબ ઉત્સાહિત હતા. તેમણે જોરદાર તાળીઓ પાડી અને કેટલીક હિન્દી ગાળીઓ પણ આપી, અને અર્શદીપ તેમની બાજુમાં ઉભો રહી હસતો રહ્યો.

રોહિતની આક્રમક પ્રતિક્રિયાને ભારતીય ક્રિકેટની તે અફવાઓને સાચી માનવાની રીતે જોવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે તે અને કોહલી 2027ના વિશ્વકપમાં સ્થાન મેળવવા માટે ટીમ મેનેજમેન્ટ અને સમગ્ર BCCI સાથે લડી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાશે અને ત્યા સુધીમાં આ દિગ્ગજ ODI જોડીઆ 40 વર્ષની થઈ જશે અથવા તે ઉંમરને નજીક પહોંચશે. ‘રોકો’એ T-20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. કેટલીક રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવામાં આવે છે કે પસંદગીઓ માટે જવાબદાર સિલેક્ટરોને વિશ્વાસ નથી કે તેઓ 2027 સુધી પોતાનું પ્રદર્શન જાળવી શકશે, અને તેથી તેમને ત્યારે સુધી દરેક મેચ માટે માત્ર યોગ્યતા આધારિત પસંદગી મળશે.

Share This Article