નવીદિલ્હી : ૭૩માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના સતત છઠ્ઠા સંબોધનમાં તમામ મુદ્દાને આવરી લીધા હતા. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે સાથે કેટલીક નવી જાહેરાત કરી હતી. મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી શુ કહ્યુ તે નીચે મુજબ છે
- મોદીએ પોતાના ૯૫ મિનિટ લાંબા ભાષણમાં ભ્રષ્ટાચાર, કાશ્મીર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.
- વર્ષ ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ
- કોઇ મામલાને ટાળીને અમે આગળ વધી રહ્યા નથી અમે સમસ્યાઓને ટાળતા નથી અને સમસ્યાઓને પાળતા પણ નથી
- વિવિધતા જ અમારી તાકાત રહેલી છે, અમે સન્માન આપવાનુ જાણીએ છીએ
- જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા પાછળ સરકારના ચોક્કસ હેતુ હતા
- આપણા લોકો સામે નહી બલ્કે ગરીબી સામે લડાઇ લડવાની જરૂર છે
- જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરીને રાજ્યના લોકોના વિકાસને પ્રાથમિકતા આપવા માટે સરકાર પૂર્ણ કટિબદ્ધ છે
- સરકારની ઓળખ નહી ભારતની ઓળખ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
- યોજનાને લાગુ કરવામાં આવ્યા બાદ જાતે સમીક્ષા કરે છે અને યોજના પૂર્ણ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે
- હવે પોતાની સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા મારફતે દેશને આગળ વધારી દેવા ઇચ્છીએ છીએ.
- ગરીબ મહિલાઓને મોટા પાયે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. યુવાનોને કોઇ પણ ગેરંટી વગર સ્વરોજગાર માટે લોન આપવામાં આવી રહી છે
- કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબુદ અને મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે તે માટે ત્રિપલ તલાક કાનુન બનાવામાં આવ્યા છે
- ખેડુતોને મજબુત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમની આવક વધે તેવા પ્રયાસ જારી છે
- વસ્તી વિસ્ફોટ ગંભીર સમસ્યાછે જેથી તેના પર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે
- ભ્રષ્ટાચારની સામ સતત લડાઇ લડવામાં આવે તે જરૂરી છે
- તમામ લોકોને પીવાનુ પાણી નળથી મળે તેવા પ્રયાસ કરવાની જરૂર છે