નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના પાંચમાં અને અંતિમ સંબોધનમાં તમામ મુદ્દાને આવરી લીધા હતા. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, કાશ્મીર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ કરી હતી. મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી શુ કહ્યુ તે નીચે મુજબ છે
- મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, કાશ્મીર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.
- વર્ષ ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ
- કોઇ મામલાને ટાળીને અમે આગળ વધી રહ્યા નથી અને માખણ પર લાઇન ખેંચનાર નહી બલ્કે પથ્થર પર લાઇન ખેંચનાર લોકો હોવાની વાત કરી
- વિવિધતા જ અમારી તાકાત રહેલી છે, અમે સન્માન આપવાનુ જાણીએ છીએ
- ગેરમાર્ગે દોરાયેલા લોકો મુખ્યધારામાં પરત ફરે અને તમામ લોકો માતાપિતાના સ્વપ્નને પૂર્ણ કરે
- આપણા લોકો સામે નહી બલ્કે ગરીબી સામે લડાઇ લડવાની જરૂર છે
- સ્વરાજથી સુરાજ તરફ લઇ જવાના પ્રયાસો કરી રહ્યા છીએ
- સરકારની ઓળખ નહી ભારતની ઓળખ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
- યોજનાને લાગુ કરવામાં આવ્યા બાદ જાતે સમીક્ષા કરે છે અને યોજના પૂર્ણ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે
- હવે સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પોતાની સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા મારફતે દેશને આગળ વધારી દેવા ઇચ્છીએ છીએ.
- ગરીબ મહિલાઓને મોટા પાયે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. યુવાનોને કોઇ પણ ગેરંટી વગર સ્વરોજગાર માટે લોન આપવામાં આવી રહી છે
- કાશ્મીરમાં ટુંક સમયમાં જ પંચાયત ચૂંટણી યોજવામાં આવનાર છે
- ખેડુતોને મજબુત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમની આવક વધે તેવા પ્રયાસ જારી છે
- પહેલા વિશ્વના દેશો ભારતને પોલીસી પેરાલીસીસ તરીકે ગણી રહ્યા હતા પરંતુ હવે ભારત ટ્રિલિયન ડોલરના રોકાણનુ મુખ્ય કેન્દ્ર બની રહ્યુ છે
- ભ્રષ્ટાચારની સામે અને કાળા નાણાંની સામે લડાઇ જારી રહેશે