અમદાવાદ/મુંબઈ : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ર્નિણય કર્યો છે.
ટ્રેન નંબર ૦૯૦૫૪/૦૯૦૫૩ અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ બે ટ્રીપ)
ટ્રેન નંબર ૦૯૦૫૪ અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ અમદાવાદથી સવારે ૦૮ઃ૪૫ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૧૭ઃ૧૫ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૦૫૩ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,૧૪ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ૨૧ઃ૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫ઃ૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૦૫૪ નું બુકિંગ તા.૧૪.૦૮.૨૦૨૪ થી અને ટ્રેન નંબર ૦૯૦૫૩ નું બુકિંગ તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ ૧૬.૦૦ વાગ્યા થી તમામ RS કાઉન્ટર્સ અને IRTRC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.