લીડ્ઝ : અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજની આઈસીસી વર્લ્ડકપની મેચ ઔપચારિકતા સમાન બની રહેશે. બંને ટીમો વર્લ્ડકપમાંથી પહેલાથી જ બહાર થઇ ચુકી છે. આવી સ્થિતિમાં આ મેચ નિરશ બની રહેશે. જો કે, વેસ્ટઇન્ડિઝ જીતવા માટેના ઇરાદા સાથે ઉતરશે. વેસ્ટઇન્ડિઝે છેલ્લી મેચમાં હાર ખાધી હોવા છતાં શ્રીલંકા સામે ૩૦૦થી વધુ રન ખડકી દીધા હતા. આજની મેચમાં વિન્ડિઝની ટીમ હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. આ મેચનું પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમનાર છે.
એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી.
જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ,પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. બંને ટીમો નીચે મુજબ છે.
વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ, નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.
અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન, શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.