રાજકોટ: વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલર કેમાર રોચ ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેની નાનીના અવસાનના કારણે બાર્બાડોઝના આ ખેલાડીને પરત ફરવાની ફરજ પડી રહી છે. કેમાર રોચ પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તેવા સમાચારથી વેસ્ટઇન્ડિને ટેસ્ટ મેચ પહેલા જ ફટકો પડ્યો છે.
જા કે, તે વેસ્ટઇન્ડિઝની ટીમ સાથે ફરીવાર જાડાશે. કોચ સ્ટુઅર્ટ લોએ કહ્યું છે કે, કેમાર હજુ સુધી પરત ફર્યો નથી. તેમના પરિવારમાં નિધન થઇ ગયું છે. કેમાર રોચ ખુબ જ અનુભવી ઝડપી બોલર છે. તેની પાસે કુશળતા રહેલી છે. તે પ્રથમ ટેસ્ટ મેચમાં રમનાર નથી જેથી ટીમને ફટકો પડ્યો છે. જા કે, છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં ગાબ્રિયેલ દ્વારા જારદાર દેખાવ કરવામાં આવ્યો છે. ભારતમાં તે શાનદાર દેખાવ કરી ચુક્યો છે. રોચ વેસ્ટઇન્ડિઝના અનુભવી ખેલાડી પૈકીનો છે. તે ૪૮ ટેસ્ટ મેચોમાં ૨૮.૩૧ રનની સરેરાશ સાથે ૧૬૩ વિકેટ ઝડપી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટથી સ્ટુઅર્ટ લોએ કહ્યું છે કે, વિન્ડિઝની ટીમમાં હજુ પણ ઝડપી આક્રમકની ટીમ છે જેમાં ગાબ્રિયેલ ૩૭ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેસન હોલ્ડર ૩૪ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. કિમો પોલ એક ટેસ્ટ મેચ અને સરમન લુઇસ નવો ખેલાડી છે. આ ઝડપી બોલરો ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. લુઇસને જાસેફની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. અમારી પાસે કિમો પોલ અને લુઇસ જેવા પ્રતિભાશાળી ખેલાડી છે.
કેટલીક વખત વિરોધી ટીમને હેરાન કરવા માટે નવા ખેલાડીઓ સાથે ઉતરવાની બાબત હંમેશા ઉપયોગી સાબિત થાય છે. ભારતની સામે ચોથી ઓક્ટોબરથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. આ વખતે પણ ટીમ પાસે આવા જ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેસન હોલ્ડર ઓલરાઉન્ડ તરીકે ઉભરીને આવ્યો છે. તે ૨૬ વર્ષીય છે અને બે સદી અને સાત અડધી સદી ફટકારી ચુક્યો છે. ઉપરાંત ૩૪ ટેસ્ટ મેચોમાં ૮૧ વિકેટ પણ ઝડપી ચુક્યો છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે.
વિન્ડિઝ સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોહલી ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરનાર છે. તે આ ટીમ સામે પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના સૌથી વધુ ટેસ્ટ રનના રેકોર્ડને પાછળ છોડી શકે છે. એશિયા કપમાં વિરાટ કોહલી રમ્યો ન હતો. વિરાટ કોહલી બીજી વખત ટીમ ઇÂન્ડયા સાથે વિન્ડિઝ શ્રેણીમાં જાડાશે. વિરાટ કોહલી દરેક નવી શ્રેણીમાં નવા રેકોર્ડ સાથે ઉતરી રહ્યો છે. આ વખતે જ્યારે વિન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે ત્યારે આ ટીમની સામે સૌથી વધુ ટેસ્ટ સ્કોર બનાવવાના મામલામાં અઝહરુદ્દીનને પાછળ છોડી શકે છે. વિરાટ માટે આ સિદ્ધિ સરળ ગણવામાં આવી રહી છે. વિન્ડિઝ સામે ૫૩૯ રનના રેકોર્ડથી તે પાછળ રહેલો છે. વિન્ડિઝ સામે સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ૨૭૪૬ રન કર્યા છે.