ભારતીય વહીવટી સેવામાં બારણા જો બિન સરકારી કંપનીઓના યોગ્ય અને દેશ સેવાની ભાવના ધરાવતા કુશળ લોકોના પ્રવેશ માટે ખોલવામાં આવ્યા છે તો તેનુ સ્વાગત કરવામાં આવે તે જરૂરીછે. દેશ સેવાની ભાવના ધરાવતા લોકો જો પ્રવેશ કરવા માટે તૈયાર છે તો આવા નિર્ણયનુ સ્વાગત કરવામાં આવે તે તમામની ફરજ છે. ભારતીય વહીવટી સેવાને ચોક્કસપણે સમર્પિત સ્વપ્રેરિત જનસેવકોની જરૂર છે.આને લઇને માંગ પહેલા પણ થતી રહી છે. જો કે આ કોઇ ચોંકાવનારો નિર્ણય નથી. તેના બે કારણ રહેલા છે. પહેલુ કારણ એ છે કે બિન સરકારી કંપનીઓ અને કોર્પોરેટની ભારતીય શાસન વ્યવસ્થામાં દરમિયાનગીરી ખુબ વધારે છે. તે બાબતને તમામ લોકો સારી રીતે જાણે છે. બીજુ કારણ છે કે બિન સરકારીકરણના દોરમાં આ બાબત જરૂરી બની ગઇ હતી. જ્યારે સરકારી કાર્ય અને સેવા હવે આઉટસોર્સિગ થવા લાગી ગઇ છે. સરકારો પણ હવે બિન સરકારી કંપનીઓની સલાહ લેવા લાગી ગઇ છે.
આવી સ્થિતીમાં આ અધિકારીઓની દરમિયાનગીરી એક રીતે દેખાઇ રહી છે. જો કે તમામ જાણકાર લોકો ચોક્કસપણે માને છે કે આ ઐતિહાસિક નિર્ણયને અમલી કરવા મજબુત ઇચ્છાશક્તિ અને પારદર્શિ વ્યવસ્થા જરૂરી રહેશે. દેશ સેવા માટે સમર્પણ ખુબ જરૂરી છે. અમારે ત્યાં નિર્ણય વ્યવસ્થાગત ખામીથી દુર નથી. જેથી શંકાના વાદળો ઘેરાઇ આવે તે સ્વાભાવિક છે. એવુ બની શકે છે કે શક્તિશાળી કંપનીઓ પોતાના અધિકારીઓને સીધી રીતે સરકારી સેવામાં પ્રવેશ કરાવવા લાગી જાય, જેથી સાવધાનીની સાથે સાથે પારદર્શી વ્યવસ્થાની તાકીદની જરૂર છે. કોઇ શક્તિશાળી નેતા પોતાના પસંદગીના અધિકારીને ઘુસાડી શકે તેવુ પણ બની શકે છે. સેવામાં એવા જ બિન સરકારી અધિકારી આવે જે જંગી કમાણીના હેતુ ધરાવે છે. આ તમામ શંકા, પ્રશ્નોની વચ્ચે જે લોકો બિન સરકારી ક્ષેત્રમાંથી અધિકારી ચૂંટી કાઢશે તેમને પણ ઇમાનદારી દર્શાવવી પડશે. કારણ કે નોકરી માટે જંગી લાંચના સમાચાર સતત આવતા રહે છે.
પસંદગી કરનાર પાસે મામલો લાંચનો અને દબાણનો પહોંચે તે પણ સ્વાભાવિક છે. પસંદગી કરનાર અધિકારી જા ઇમાનદાર રહેશે તો જ યોગ્ય નિર્ણય લઇ શકાશે. જન સેવા સૌથી મોટી બાબત રહેલી છે. દર વર્ષે ૧૦-૧૫ યોગ્યતા પ્રાપ્ત અને કુશળ કર્મચારી તેમજ અધિકારી બિન સરકારી ક્ષેત્રમાં નોકરી કરવા માટે જતા રહે છે. યોગ્ય અધિકારીઓ પાસેથી યોગ્ય રી કામ કઢાવવાની બાબત પણ ઉપયોગી છે. મોદી સરકાર પારદર્શક વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહી છે. આવી સ્થિતીમાં આ હિલચાલ પણ સ્વાગત રૂપ છે. આગામી દિવસોમાં તેની પહેલને અન્ય વિભાગો પણ અમલી બનાવીને આગળ વધે તેવી સંભાવના છે. મોદી સરકારની આ પહેલ વધારે પ્રમાણમાં વિસ્તૃત બને તેમ પણ નિષ્ણાંતો માને છે.