અમદાવાદ : ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુલ્લું મૂકવામાં આવશે, એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલીણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે.
ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકશે. આ બુકીંગ તા.૨૭ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. મોબાઈલ એપ્લીકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકિટ મેળવી શકશે, એમ વધુમાં જણાવાયું છે.