પોતાની મજબૂત ભૂમિકાઓથી મહિલાઓ આજે ફિલ્મ, ટેલીવિઝન અને ડિજિટલ સ્પેસ પર રાજ કરી રહી છે. વેબ સીરીઝ ડોમેઇને મહિલા-કેન્દ્રિત શો માટે જોરદાર સ્પેસ બનાવ્યું છે. મહિલાઓએ પોતાની દિલચસ્પ ભૂમિકાઓ દ્વારા ભારતીય માનસિકતાઓને પડકારી છે. અહીં અમે ચાર એવા કેરેક્ટર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે જોરદાર અભિનેત્રીઓએ પોતાના જોરદાર પ્રદર્શન અને પ્રતિભાથી જીવંત બનાવી દીધી છે અને દર્શકોના દિલોમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
કાફિરમાં દિયા મિર્ઝા
જી૫ ના નવા શો કાફિરને જોરદાર રિવ્યુ મળ્યાં છે. તેમાં દિયા મિર્ઝાનું પ્રદર્શન જોરદાર છે. દિયાએ તેમાં કૈનાજની ભૂમિકા નિભાવી છે, જે એક પાકિસ્તાની મહિલા છે અને કેદમાં છે. તેના વ્યક્તિત્વનાં કેટલાંક સ્તરો છે અને તેની આંખોમાં ભાવનાઓનો સમુદ્ર દેખાય છે. નિશ્ચિત રુપથી પોતાના કેરિયરની શ્રેષ્ઠ ભૂમિકામાં દિયાએ આ સીમા પાર સંઘર્ષમાં અલગાવ, પીડાં, પ્રેમ, દર્દ, માનવતા, બલિદાન અને આશાને પ્રદર્શિત કરતાં જોરદાર પ્રદર્શન આપ્યું છે.
દિલ્લી ક્રાઇમમાં શેફાલી શાહ
૨૦૧૨ના દિલ્લી રેપ કેસની વાસ્તવિક સ્ટોરી અને તેમાં અભિનેત્રી શેફાલી શાહ દ્વારા કરેલ જોરદાર અભિનયના કારણે આ ફિલ્મને બધી જગ્યાએથી પ્રશંસા મળી. આ ફિલ્મમાં શેફાલીએ એક પોલિસ અધિકારીની ભૂમિકા નિભાવી છે, જે બળાત્કારીઓને જેલમાં પૂરે છે. શેફાલી એક એવી પોલિસ અધિકારી બની છે જે પોતાના કામની સાથે પોતાના પરિવાર અને ખાસ કરીને પોતાની છોકરી પ્રતિ પોતાની કર્તવ્યને નિભાવે છે. એક પોલિસ અધિકારીના રુપમાં શેફાલીએ કેટલીક ભાવનાઓ જેમ કે શક્તિ, દૃઢતા, પ્રેમ, વગેરે બતાવતાં સશક્ત અભિનયનું પ્રદર્શન કર્યું છે.
મેડ ઇન હેવનમાં શોભિતા ધુલિપાલા
શોભિતા ધુલિપાલાએ અમેઝોન પ્રાઇમની વેંડિગ સીરીઝ મેડ ઇન હેવનમાં પોતાની જોરદાર ભૂમિકાની સાથે સુર્ખિયાં આપી છે. તે એક એવી મહિલાનું કેરેક્ટર નિભાવી રહી છે, જે પોતાના પેશેવર અને વ્યક્તિગત જીવનના વચ્ચે દ્વંન્ધમાં ફંસાઇ છે. વૈવાહિક બેવફાઇ અને બુનિયાદી સુરક્ષાની અછતથી લડવા વચ્ચે તેના ચરિત્ર તારાનું દ્વંન્ધ ઉભરીને સામે આવે છે.
લીલામાં હુમા કુરૈશી
આ ચરિત્રને નિભાવવા માટે હુમાને ખૂબ જ પ્રશંસા મળી છે. આ ચરિત્ર દ્વારા હુમાએ સ્ટીરિયોટાઇપને તોડ્યો છે. લીલામાં હુમા કુરૈશી એક ગંભીર અને શક્તિશાળી ભૂમિકામાં છે. આ ચરિત્ર સાથે હુમાએ અભિનયની ઉંચાઇને સ્પર્શ કર્યું છે. આ કેરેક્ટરમાં હુમા અધિનાયકવાદી શાસન, ધાર્મિક વિભાજન અને પર્યાવરણ સંકટના મુદ્દાથી લડતાં પોતાની છોકરીને શોધતી માતાના ચરિત્રને પૂર્ણ બનાવે છે. તે પૂરી ઇમાનદારી સાથે પોતાના ચરિત્રને નિભાવે છે.