સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બાદ વેબ સીરીઝની તૈયારીઓ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : બાયોપિક ફિલ્મ સંજુને બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા હાંસલ થયા બાદ હવે સંજય દત્તની લાઇફ પર વે સીરીઝ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ વેબ સીરીઝમાં સંજય દત્તની લાઇફ સાથે ફિલ્મમાં પણ ન દર્શાવાઇ હોય તેવી બાબતોને રજૂ કરવામાં આવનાર છે.

વેબ સીરીઝ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મમાં ખાસ ખાસ બાબતોને જ આવરી લેવામાં આવી હતી. જ્યારે વેબ સીરીઝમાં તમામ બાબતોને આવરી લેવામાં આવનાર છે. ફિલ્મ સંજુમાં સંજય દત્તની લાઇફ સાથે જાડાયેલી ખાસ બાબતોને રજૂ કરવામાં આવી હતી. વેબ સીરીઝ મારફતે સંજય દત્તની લાઇફને લોકો વધારે સારી રીતે જાણી શકશે. એક આંતરરાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ સીરીઝને લઇને સંજય દત્તના પ્રોડક્શન હાઉસ સાથે સંપર્ક કર્યો છે.

આ પ્રોડક્શન હાઉસ સંજય દત્તની લાઇફ પર ત્રણ સીરીઝ બનાવવા માટે ઉત્સુક છે. સંજય દત્તની લાઇફને વેબ સીરીઝમાં વધારે સારી રીતે રજૂ કરવાની યોજના છે.અત્રે નોંધનીય છે કે સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકી છે. ૨૯મી જુનના દિવસે રજૂ કરવામાં આવેલી આ ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી ચુકી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુરે અદા કરી હતી. રણબીર કપુરની એક્ટિંગને ચાહકોની સાથે સાથે ક્રિટિક્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી હતી. આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે સંજય દત્તની લાઇફને મોટી સ્ક્રિન પર પહેલી વખત ઉતારવામાં આવી છે. ફિલ્મમાં સંજય દત્તની ડ્રગ્સની ટેવ, તેને છોડવાની ટેવ, જેલની લાઇફ તેમજ આ તમામમાંથી બહાર નિકળીને ફરી સ્ટારડમ હાંસલ કરવાની બાબતને દર્શાવવામાં આવી છે. સંજુ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે. રણબીર સ્ટાર તરીકે ઉભર્યો છે.

Share This Article