બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સમાં રહેલી સંભાવનાઓને ઓળખ આપતા ‘We Rise Awards & Business Conclave-2024’ યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદઃ સફળતા શબ્દ દરેક વ્યવસાયિક માટે ખૂબ જ લાગણીભર્યો શબ્દ હોય છે. સફળતા શબ્દ જ્યારે કોઇપણ વ્યવસાય સાથે જોડાઇ જાય છે, ત્યારે આ સફળતા પાછળ રહેલી અથાગ મહેનત વાસ્તવિક રૂપે ઓળખ મેળવે છે. તેથી જ પોતાની આગવી ઓળખ બનાવી રહેલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને સ્ટાર્ટઅર્પ્સની સફળતાને જાહેર મંચ મળી રહે તે જરૂરી છે. આ દિશામાં ફોકસ ઑનલાઇન દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી રહી છે.

Untitled

ફોકસ ઑનલાઇન દ્વારા મેથ્સ એકેડેમી, એમએસવીએલ ગ્રુપ અને અક્ષર એજ્યુકેશનની સહયોગિતામાં ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ ક્નોકલેવ-2024’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એવોર્ડ્સનો હેતુ બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સમાં રહેલી છૂપાયેલી સંભવનાઓને ઓળખ આપતા જાહેર મંચ પર બિરદાવી તેમની વર્તમાન અને ભાવિ સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે. જો તમે સફળ એન્ટરપ્રિન્યોર અને શિક્ષણશાસ્ત્રી છો અને પોતાના કાર્યોથી એક સકારાત્મક અસર પેદા કરી સમાજમાંથી પ્રશંસા મેળવી રહ્યાં છો તો વી રાઇઝ એવોર્ડ્સ 2024 આપને આમંત્રિત કરે છે.

‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ ક્નોકલેવ-2024’ પહેલને શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ, સ્ટડી અબ્રોડ કાઉન્સિલર હેતલ પરીખ અને મોટિવેશનલ, કેરિયર કોચ અને કોર્પોરેટ ટ્રેનર ડૉ. રૂચી પટેલ દ્વારા એક વિઝન સાથે આકાર આપવામાં આવ્યો છે. એવોર્ડ વિશે વાત કરતા આયોજકો જણાવી રહ્યાં છે અમારો હેતુ લોકોને સારી રીતે આગળ વધવામાં મદદ કરવાનો છે, જે અમારી ટેગ લાઇન ‘લક્ષ્ય સાથે મંજિલ તરફ વધુ એક ડગલુ આગળ વધો’ પરથી પ્રદર્શિત થાય છે. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા માટે એવોર્ડ મેળવવી તે બાબત પ્રેરણાશક્તિ બની રહે છે. તેથી જ અમે આ વિશેષ પહેલ થકી વિવિધ કેટગરીમાં સફળ રીતે આગળ વધી રહેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કરી જાહેર મંચ પુરો પાડી રહ્યાં છે.

WhatsApp Image 2024 01 05 at 16.32.55

વી રાઇઝ એવોર્ડ્સ માટેના નોમિનેશન માટે હાલ રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે અને 26 જાન્યુઆરીએ 2024 ના રોજ રીજ્સ્ટ્રેશન બંધ થઇ જશે. ફેશન-જ્વેલરી, ફૂડ એન્ડ બેવરેજીસ, મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હેલ્થ એન્ડ ફિટનેસ, સ્ટાર્ટ ઑફ ધ યર સહિત 15થી વધુ કેટેગરીઝમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ ક્નોકલેવ-2024’ 4 ફેબ્રુઆરી, 2024ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે. તો આપની સફળતાને લાખો લોકો સુધી પહોંચાડતા વી રાઇઝ એવોર્ડ્સ માટે આજે જ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા અમારો સંપર્ક કરો.

રજીસ્ટ્રેશન લિંક : https://shorturl.at/xLM56

Share This Article