હાલમાં કેટલાક અહેવાલ પનીરને લઇને પણ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક વિરોધાભાસી પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. અમે દુષિત પનીર તો ખાઇ રહ્યા નથી તેવો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે દર વર્ષે ભારતમાં પાંચ લાખ ટન પનીરનુ વેચાણ કરવામાં આવે છે. આને બનાવવા માટે આખરે આટલા મોટા પ્રમાણમાં દુધ ક્યાંથી આવે છે તે પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ધ્યાન આપવા માટેની બાબત એ છે કે આખરે જે પનીરને અમે શુદ્ધ સમજીને પૌષ્ટિક ચીજ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ તે આખરે શુદ્ધ છે કે કેમ તે બાબત જાણવા માટેની બાબત જરૂરી છે. અસલી પનીરની ઓળખ એ છે કે તે નરમ હોય છે. કાચા પનીર પર આયોડીન ઘોળની બુન્દો નાંખવામાં આવે તો તેના રંગમાં ફેરફાર થાય છે. તેના રંગ કાળા પડી જાય છે. અથવા તો લીલા પડી જાય છે તો માની લેવાની જરૂર છે કે તે દુષિત છે. સરકારી આંકડા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે આશરે ૧૫ કરોડ ટન દુધ ઉત્પાદન થાય છે. માત્ર પનીર બનાવવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે તો દેશમાં દર વર્ષે સાત લાખ ટન પનીર બની શકે છે. જે હકીકતમાં શક્ય નથી.
કારણ કે દુધના માત્ર કેટલાક ટકાનો ઉપયોગ જ પનીર બનાવવા માટે કરવામાં આવે છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે દેશમાં આશરે પાંચ લાખ ટન પનીરનુ વેચાણ કરવામાં આવે છે. તો સવાલ થાય છે કે આખરે આટલા પ્રમાણમાં પનીર આવે છે કયાંથી. આ પનીર દુધથી બનતા નથી. આ મેદા અને અન્ય ચીજાથી બને છે. પામ ઓઇલ, બેકિંગ પાઉડર,વાસી થઇ ગયેલા સ્કીમ્ડ મિલ્ક અને ડિટરજન્ટ સોડાથી તેનુ નિર્માણ કરવામાં આવે છે. તેમાં સલ્ફ્યુરિક એસિડનુ મિશ્રણ પણ કરવામાં આવે છે. આ એજ સલ્ફ્યુરિક એસિડ છે જે જે લેડ- એસિડ બેટચરી ધાતુ શોધક અને અન્ય ચીજામાં ઉપયોગ કરવામાં આવે છે. તેને તેજાબ કહેવામાં આવે છે. આ મિશ્રણને એ સમય સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી તે સેમી સોલિડ એટલે કે કેટલીક ઠોસ અવસ્થામાં આવી જતુ નથી. ત્યારબાદ તેને વાસણમાં નાંખીને સમતલ કરી દેવામાં આવે છે. ત્યારબાદ કેટલાક કલાકો માટે તેને છોડી દેવામાં આવે છે.
અંતમાં તેને પાંચ કીલોગ્રામના પનીરના એક મોટા ટુકડાના રૂપમાં કાપીને વેચવામાં આવે છે. સરેરાશ પાંચ કિલો પનીરની કિંમત બનાવવા માટે ૩૦થી ૧૫૦ રૂપિયામાં પડે છે. આ પનીર બજારમાં ૨૦૦ રૂપિયા કિલો હોલસેલના ભાવથી વેચવામાં આવે છે. સાથે સાથે રિટેલમાં તેની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે. ફેક્ટરી માલિક કોઇ પણ પ્રકારની સાફ સફાઇ વગર ગંદ સ્થિતિ માં જ તેને કેટલીક વખત વેચી મારે છે. ડેરીને વેચી દેવામાં આવે છે. આમાંથી કેટલીક ડેરી તો તેમની પોતાની હોય છે અને કેટલીક એવી ડેરી હોય છે જે કંપનીઓએ મર્યાદિત સંખ્યામાં ગાય ભેંસ પણ રાખે છે. જેમના ક્યારેય ક્યારેય દુધ પણ કાંઢી લે છે. મોટા ભાગની પનીર ફેક્ટરીઓમાં રાતે બને છે અને સવારમાં તેને વેચી દેવામાં આવે છે છે.
દરેક વખત ફરિયાદ થયા બાદ સરકાર તપાસના આદેશ જારી કરે છે અને કેટલાક લોકોને પકડી પાડીને જેલ ભેગા પણ કરવામાં આવે છે પરંતુ અંતમાં સફળતા મળતી નથી. ખાદ્ય સામગ્રી થોડાક સમય માટે ગાયબ થઇ જાય છે. સ્થિતિમાં કોઇ ખાસ સુધારો થતો નથી. સ્થાનિક આરોગ્ય અધિકારીઓની મિલીભગત પણ જોવા મળે છે. જેના કારણે આ અધિકારીઓ સામાન્ય રીતે ૫૦૦૦ રૂપિયા અને પ્રયોગશાળામાં સેમ્પલને પાસ કરવા માટે ૧૫ હજાર રૂપિયા સુધી ચાર્જ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક કેસોમાં અપરાધી બિલકુલ છટકી જાય છે. ઓગષ્ટ ૨૦૧૮માં પંજાબમાં દુધ ઉત્પાદનની કેટલીક ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે અનેક ચોંકાવનારી બાબત સપાટી પર આવી હતી. તમામ સામાન્ય લોકો પણ એ વખતે પરેશાન દેખાયા હતા. જો કે હવે સાવધાની રાખવામાં આવી રહી હોવા છતાં કેટલીક બાબતોને લઇને સાવધાની જરૂરી રહે છે. દરોડા અને તપાસ દરમિયાન એસિડ અને કલરિંગ એજન્ટોની માહિતી સપાટી પર આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ હતુ કે આ પનીર ખાવાલાયક પણ ન હતા. પનીનને લઇને તંત્ર સાવધાન થાય તે જરૂરી છે.