ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ યોગાભ્યાસમાં ગર્ભવતી મહિલાઓ પણ જોડાઇ હતી. મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા સંજય ગાંધીએ દિલ્હીમાં ગર્ભવતી મહિલાઓ સાથે એક યોગ સત્રમાં જોડાયા હતા. મેનકા ગાંઘીએ ગર્ભવતી મહિલાઓ સાથે વાતચીત કરી, જેમાં મહિલાઓએ પ્રસવ પૂર્વ યોગાભ્યાસના પોતાના અનુભવો વિશે જણાવ્યું હતુ.
મેનકા ગાંધી ગર્ભવતી મહિલાઓમાં પ્રસવ પહેલા યોગાભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે યોગ શિક્ષકની દેખરેખમાં વિભિન્ન આસનો કર્યા હતા. તેઓએ ગર્ભવતી મહિલાઓ માટે યોગ પર જોર આપ્યું હતુ અને જણાવ્યું કે આ સમયે યોગ્ય યોગ પ્રશિક્ષકની દેખરેખમાં યોગ કરવા જોઇએ.
યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવાથી સંપૂર્ણ લાભ થશે અને ખાસ રીતે ગર્ભવતી મહિલાઓને શાંત રહેવાની યોગ્યતા મેળવવા મદદ કરશે અને નવ મહિનાની ગર્ભવસ્થા દરમિયાન પ્રાણાયામથી અદભૂત ફાયદાઓ થશે અને પોતાના દૈનિક જીવનમાં ત્રણ-ત્રણ મહિનાના સમયગાળામાં સમાવિષ્ટ કરવો જોઇએ, કારણ કે યોગથી નકારાત્મક ભાવનાઓ દૂર થાય છે.
આ વિશે મેનકા ગાંધીએ જણાવ્યું નિયમિત રીતે પ્રસુતિ પહેલા યોગ કરવાથી મહિલાઓના શરીરને સામાન્ય પ્રસુતિ માટે તૈયાર થવામાં મદદ મળી શકે છે.