વાયનાડ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જે સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે તે કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધીની સામે ત્રણ ત્રણ ગાંધી મેદાનમાં છે. જેના કારણે આ હાઇ પ્રોફાઇલ સીટને લઇને ભારે ચર્ચા છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટની સાથે સાથે ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીની સામે જે ત્રણ ગાંધી મેદાનમાં છે તેમાં એકનુ નામ રાહુલ ગાંધી જ છે. કેરળની વાયનાડ સીટની સાથે સાથે તમામ ૨૦ સીટો પર ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. તમામ લોકો જાણે છે કે આ સીટ પર ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેની તારીખ આઠમી એપ્રિલ છે. રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરેલા ત્રણ ઉમેદવારોમાં કેઇ રાહુલ ગાંધી, કે રાઘુલ ગાંધી અને કેએમ શિવપ્રસાદ ગાંધીનો સમાવેશ થાય છે. જે પૈકી બે ઉમેદવાર અપક્ષ લડી રહ્યા છે. ૩૩ વર્ષીય કેઇ રાહુલ ગાંધી કોટ્ટાયામના નિવાસી છે. કે રાઘુલ ગાંધી કોઇમ્બતુરના નિવાસી છે. ત્રિશુર નિવાસી કેએમ શિવપ્રસાદ ગાંધી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે.
લઘુમતિઓની વધારે વસતી ધરાવતી આ સીટ પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કેરળની તમામ ૨૦ સીટો માટે આગામી ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારતધર્મ જનસેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી રાહુલ ગાંધીની સામે વાયનાડથી ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર બીડીજેએસના દમ ઉપર એનડીએ અહીં શાનદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. પાર્ટી આ માન્યતા સાથે મેદાનમાં છે કે, કેરળમાં વર્ષો સુધી એલડીએફ અને યુડીએફ સરકારોમાં લઘુમતિઓને પ્રતિનિધિત્વ મળ્યું છે જેથી રાજ્યમાં હિન્દુઓની વાત કરનાર એક પાર્ટી પણ જરૂરી છે.બીજી બાજુ સત્તારુઢ ડાબેરી દળોના ગઠબંધને વાયનાડથી સીપીએમના પીપી સુનિર મેદાનમાં છે.
જિલ્લાના નેતા વિજયન ચેરુકારાનું કહેવું છે કે, રાહુલ ગાંધી એક અદૃશ્ય દેવતા જેવા છે. તેમના માટે પારિવારિક ગઢ અમેઠી પર જીત સરળ છે. અહીં અલગ પ્રકારના મતદારો છે. અહીં તેમની જીત મુશ્કલ છે. વાયનાડ જિલ્લામાં હિન્દુ વસ્તી ૪૯.૭ ટકાની આસપાસ છે. જ્યારે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોક્રમશ ૨૧.૫ અન ૨૮.૮ ટકાની આસપાસ છે. જા કે મલપ્પુરમમાં ૭૦.૪ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં ૨૭.૫ ટકા હિન્દુ વસ્તી છે. બે ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં કુલ સવા ૧૩ લાખ વોટરો પૈકી ૫૬ ટકા વોટર તો મુસ્લિમ છે. કોંગ્રેસને આશા છે કે અહીંથી રાહુલ ગાંધીને ઉતારી દેવામાં આવ્યા બાદ પાર્ટીની સ્થિતી વધારે મજબુત થશે. તેમને લઘુમતિ સમુદાયના એકતરફી મત મળનાર છે .