જળવાયુ પરિવર્તનની અસર હવે પહેલા કરતા વધારે મારક દેખાઇ રહી છે. તેની અસર પહેલા કરતા વધારે નુકસાન પણ કરી રહી છે. ઠંડી, ગરમી અને વરસાદ એમ તમામ સિઝનમાં તેમાં સેંકડો લોકોના મોત થઇ રહ્યા છે. સમગ્ર દુનિયામાં તો આ આંકડો હવે હજારોમાં પહોંચી ગયો છે. આ સંખ્યા તો માત્ર હવામાનની મારથી સીઘી રીતે પ્રભાવિત થનાર લોકોની રહી છે. આનાથી અનેક ગણી વધારે સંખ્યા બિમારીઓ અને પોષક તત્વોના અભાવના કારણે થનાર મોત છે.
જેનુ વાસ્તવિક કારણ તો વાતાવરણનુ સંતુલન બગડી જવા માટેનુ રહેલુ છે. અજીવ બાબત એ છે કે કુદરતી સંશાધનનો દુરુપયોગ સતત કરવામાં આવી રહ્યો છે. આના પર પ્રહારો થતા રહે છે. અમારા વિકાસના ભાગરૂપે દરરોજ સફળતાની નવી સિદ્ધી તો હાંસલ થઇ રહી છે પરંતુ તેના કારણે થનાર આડ અસરનો કોઇ ઇલાજ કોઇની પાસે દેખાઇ રહ્યો નથી. જળ સંકટને જ લેવામા આવે તો દેશની સ્થિતી એટલી ખરાબ થઇ ગઇ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતે એવી અપીલ કરવી પડી છે કે જળ ભંડારણના પરંપરાગત તરીકા અને પોરાણિક જ્ઞાનના પસાર કરવામાં આવે તો વધારે ફાયદો થશે. આ એવા તરીકા છે જે વિકાસની ભાગદોડ અને અન્ય કારણોસર દેશમાંથી ગાયબ થઇ રહ્યા છે. હવે કદાચ જ કોઇ એવા શહેર રહ્યા હશે જે જુના તળાવો અને કુવા પર કબજા જમાવ્યા વગર વિકસિત થયા છે. નદીઓ, તળાવો અને કુઆ હવે માત્ર એવા જ વિસ્તારમાં સજીવન રહ્યા છે જે વિસ્તાર કોઇ કારણસર વિકાસની પ્રચલિત માન્યતાઓથી દુર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તેની આશા કરવામાં આવી શકે છે કે સરકાર હવે આ દિશામાં વધારે સંવેદનશીલ નજરે પડશે.
પારંપરિક જ્ઞાનમાં સદીઓના અનુભવનો સમાવેશ થાય છે. જેથી વિપરિત સ્થિતીમાં હમેંશા અમારા કામમાં આવે છે. જળ સંચયને પણ આવાજ એક મામલા તરીકે જોવામાં આવે છે. જુદા જુદા ભૌગોલિક સ્થિતીવાળા દેશમાં જળ સંચયના પણ જુદા જુદા તૌર તરીકા વિકસિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનની ભૌગોલિક સ્થિતીમાં તળાવની સાથે સાથે નાડી, ગામ અને ઘરમાં બનાવવામાં આવેલા પાણીની ટાંકીઓઉપયોગી રહે છે. જો કે આમાં પણ હવે મોટા ભાગના ખરાબ હાલતમાં છે. આવી જ રીતે ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહાડી વિસ્તારોમાંથી નિકળનાર પાણીને બચાવીને રાખવા માટેના જુદા જુદા તૌર તરીકા વિકસિત થયેલા છે.
જેમાં પથ્થરોને કાપીને પાણીના ટાંકી બનાવવામાં આવી છે. સાતમી શતાબ્દીમાં બનાવવામાં આવેલા આવા આશરે ૬૪ હજાર જળ મંદિરોમાંથી આશરે ૬૦ હજાર હવે સારી રીતે જાળવણી ન કરવાના કારણે ખરાબ હાલતમાં છે. દરિયા કાઠાના વિસ્તારોમાં જળના જતન માટે પણ જુદા જુદા પ્રયોગ પહેલા કરવામાં આવતા હતા. અહીં નાના નાના કુવા બનાવવા માટેની પરંપરા રહેલી છે. જે એવા વિસ્તારોને ઓળખીને બનાવવામાં આવે છે જ્યાં વરસાદની સિઝનમાં પાણીની સપાટી ઉપર રહે છે. આશરે એક મીટર ઉંડા નાના કુવાની દિવાળોને નારિયળના ઝાડના લાકડા સાથે બનાવવામા આવે છે.