દેશમાં જળ સંકટ પર નીતિ આયોગના હાલના રિપોર્ટથી કેટલીક ખૌફનાક સ્થિતી સપાટી પર આવી ગઇ છે. જો કે એવા કોઇ સંકેત મળતા નથી કે સરકારની નીતિ પર અને પ્રાથમિકતા પર તેની કોઇ પ્રતિકુળ અસર થનાર છે. આવા જ કારણે એવી શંકા રહેલી છે કે આ રિપોર્ટ પર અગાઉના રિપોર્ટની જેમ જ થોડાક દિવસ ચર્ચામાં રહ્યા બાદ હવા થઇ જશે. દર વર્ષે મે અને જુન મહિનામાં આ પ્રકારના હેવાલ સપાટી પર આવતા રહે છે. રિસર્ચ અને અભ્યાસ હેવાલો સપાટી પર આવતા રહે છે. નીતિ આયોગના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે ઇતિહાસના સૌથી ભીષણ જળ સંકટના દૌરમાંથી પસાર થઇ રહ્યા છીએ. શુદ્ધ પાણી ન મળવાના કારણે વાર્ષિક બે લાખ લોકોના મોત થઇ જાય છે. વર્ષ ૨૦૨૦ સુધી દેશના ૨૧ શહેર ભૂગર્ભ જળની કમીના કારણે મુશ્કેલનો સામનો કરશે.
વર્ષ ૨૦૩૦ સુધી દેશમાં પાણીની માંગ આના પુરવઠા કરતા બે ગણી થઇ જશે અને સમસ્યા વધારે વિકરાળ બની જશે. રિપોર્ટમાં અન્ય કેટલીક બાબતો પર ધ્યાન આપવામાં આવ્યુ છે. પાણીની આ કમીના જીડીપી પર પડનાર અસરને પણ ધ્યાનમાં લઇને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેના કહેવા મુજબ જળ સંકટના કારણે જીડીપીમાં છ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. રિપોર્ટમાં દર્શાવાયેલી સ્થિતી તમામ લોકોની આંખો ખોલી નાંખે છે. જો કે આ બાબતને પણ નકારી શકાય નહી કે તે પહેલા પણ આવા હેવાલ આવતા રહ્યા છે. દર વર્ષે વરસાદની સિઝનની શરૂઆત થાય તે પહેલા કોઇને કોઇ જળ સાથે સંબંધિત સંસ્થા દ્વારા પાણીના સંકટને લઇને રિપોર્ટ જારી કરે છે. એટલે કે સરકાર અને નિષ્ણાંતો પરિસ્થિતીની ગંભીરતાથી સંપૂર્ણપણે વાકેફ છે. તેમ છતાં ઉદાસીનતા દર્શાવવામાં આવી રહી છે. સ્થિતીથી વાકેફ હોવા છતાં વરસાદના પાણીને બચાવવા, પારંપરિક જળ સ્ત્રોતની સુરક્ષા રાખવા અને ભૂગર્ભ જળને લઇે ચર્ચા રહી છે. આની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી.
સરકારની પ્રાથમિકતામાં આ મુદ્દો દુર દુર સુધી દેખાતો નથી. પાણીની ચિંતા કર્યા વગર દરેક નાના મોટા શહેરમાં નવી નવી કોલોની બની રહી છે. આને વિકાસની જીવિત તસ્વીર તરીકે પણ ગણવામાં આવે છે. આ તમામ કોલોની સુધી પાણી કઇ રીતે પહોંચી જશે અને ગંદા પાણીનો નિકાલ કઇ રીતે કરવામાં આવનાર છે તેને લઇને કોઇ વ્યવસ્થા કે આયોજન સરકાર અથવા તો સંબંધિત લોકો દ્વારા કરવામાં આવતુ નથી. એકંદરે અમે આઇન્સટાઇનની ડાયરીના હવાલેતી આવેલી રિપોર્ટ પર ખરા ઉતરી રહ્યા છીએ. જેમાં કહેવામાં આવે છે કે ભારતીય ૧૫ મિનિટથી વધારે આગળ પાછળ વિચારવા માટેની શક્તિ ધરાવતા નથી. પાણીની ચિંતાને સરકારની પ્રાથમિકતામાં સામેલ કરવામાં આવશે તો જ નીતિ આયોગની સફળતાને યોગ્ય ગણી શકાશે. હાલમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહી છે. આ સમસ્યા વધારે ખતરનાક બનવાના સંકેત પણ દેખાઇ રહ્યા છે. નવા રિપોર્ટને ગંભીરતાની સાથે લઇને આગળ વધવામાં આવે તે જરૂરી છે.