તાજેતરમાં જ જારી કરવામાં આવેલા નવા અહેવાલના કારણે સરકાર અને સંબંધિત તમામ વિભાગો અને સામાન્ય લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ અહેવાલ મુજબ નીતિ આયોગે એવી આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ સહિત દેશના ૨૧થી વધારે શહેરોમાં વર્ષ ૨૦૨૦ સુધી ભમિગત જળ અથવા તો ભૂગર્ભ જળ ખતમ થઇ જશે. આ આશંકા વધારે દહેશતમાં મુકનાર પણ છે. આવી સ્થિતીમાં પાણીને લઇને દરેક વ્યક્તિ ખુબ ગંભીર બને અને તેનો ઉપયોગ કરકસર સાથે કરવામાં આવે તે જરૂરી છે. જેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે તેટલા પ્રમાણમાં જ પાણીનો ઉપયોગ કરવાની જરૂર છે.
બીજી બાજુ અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લાખો શૌચાલયનુ નિર્માણ કરીને ભારતને ખુલ્લામાં શૌચમુક્ત કરાવવાની મહત્વકાંક્ષી યોજના ધરાવે છે. આ લક્ષ્ય નિર્ધારિત સમય કરતા પહેલા પૂર્ણ થશે કે કેમ તે પ્રશ્ન સૌથી પહેલા થાય છે. બીજી બાજુ દેશમાં પાણીની કમીને ધ્યાનમાં લઇને તેમાંથી પણ કેટલાક શૌચાલય તો બન્યા બાદ પણ સ્વચ્છ અને સાફ થઇ શકશે નહી. પાણી વગર આ શૌચાલયની સાફ સફાઇ થઇ શકશે નહી. આ શૌચાલય બિનઉપયોગી સાબિત થશે. જેથી લોકો ફરી એકવાર ખુલ્લામાં શૌચ કરવા માટે જવા મજબુર બનશે. જેવામાં આવે તો અમને વરસાદી પાણીના સંગ્રહ કરવાની પણ તાકીદની જરૂરિયાત છે. વરસાદી પાણી ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.
મોનસુનની સિઝન હવે થોડાક સમયમાં શરૂ થનાર છે. આવી સ્થિતીમાં આ પાણીના સંગ્રહ માટે નવા નવા પ્રયોગ કરવા જાઇએ. વરસાદી પાણીનો ઉપયોગ કોઇ પણ કામ માટે કરી શકાય છે. પાણીનો મોટા પાયે સંગ્રહ કરી શકાય તે પ્રકારના યુનિટો સ્થાપિત કરવાની જરૂર છે. જેના પાણીનો ઉપયોગ શૌચાલયને સાફ કરવા માટે પણ કરી શકાય છે. દેશના એવા વિસ્તારમાં શુષ્ક શૌચાલયના નિર્માણની પ્રક્રિયા હાથ ધરી શકાય છે જે વિસ્તારોમાં પાણીની કમી છે. વરસાદી પાણીનો ઉપયોગ તો સરળ રીતે કોઇ પણ કામ માટે કરી શકાય છે. માત્ર આના માટે યોગ્ય સંગ્રહ યુનિટો સ્થાપિત કરવાની જરૂર હોય છે. એક બાબત તો નક્કી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પાણીના સંરક્ષણ માટે જેટલા પ્રયાસો ગંભીરતાપૂર્વક કરવાની જરૂર હતી તે પ્રયાસો થઇ શક્યા નથી.
જેના કારણે હજુ પણ હાલત કફોડી રહે છે. પહેલી સમસ્યા તો પાણીના પુરવઠાને લઇને જ રહેલી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં એટલુ પણ વરસાદી પાણી આવ્યુ નથી જેના કારણે ભૂમિ જળ અકબંધ રહી શકે. બીજી બાબત એ છે કે જે પાણી ઉપલબ્ધ છે તે સ્વચ્છ અને સાફ નતી. સર્વસામાન્ય બાબત એ છે કે દુષિત પાણી મોટા ભાગે પાણીજન્ય રોગ ફેલાવવામાં પણ ભૂમિકા અદા કરે છે. જનતાના પૈસા સાથે બનાવવામાં આવેલા એટીએમમાં ત્રણ રૂપિયામાં એઓક બોટલ પાણી ભરી શકાય છે. જા કે આ વ્યવસ્થા ખરાબ નથી પરંતુ તકલીફ એ છે કે આ મશીનો મોટા ભાગે બંધ હાલતમાં રહે છે.