WATCHO ઓરિજનલ રજૂ કરે છે “મનઘડંત” – રહસ્યમય હત્યાની અંત સુધી જકડી રાખનારી કહાની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતનું સૌથી ઝડપથી વિકસી રહેલા OTT પ્લેટફોર્મમાંથી એક Watcho દ્વારા આગામી થ્રિલિંગ મર્ડર મિસ્ટ્રી એટલે કે હત્યાની રોમાંચક રહસ્યમય કહાની “મનઘડંત”ના પ્રીમિયરની ગૌરવભેર જાહેરાત કરવામાં આવી છે, જે દર્શકોને ખરેખર મંત્રમુગ્ધ કરી દેશે. આ સિરીઝ થ્રિલ, સસ્પેન્સ, વિશ્વાસઘાત સાથે પ્રતિબદ્ધતા, અને પ્રેમ સાથે ગુસ્સાથી ભરપૂર છે. આ સિરીઝ દર્શકોને પ્રાણઘાતક પરિણામોની આસપાસ રહેતી અને તેને ઉજાગર કરતી સતત જકડી રાખનારી ભાવનાત્મક સફરે લઇ જશે જેથી તેઓ અંત સુધી આ કહાની સાથે એકધારા જોડાયેલા રહેશે. સંજીવ ચઢ્ઢા દ્વારા દિગ્દર્શિત અને સિક્સ્થ સેન્સ એન્ટરઇન્મેન્ટ તેમજ શૌશા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્માણ કરેલી 8 એપિસોડની આ વેબ સિરીઝ હિન્દી ભાષામાં છે જેનો પ્રીમિયર શો 14 એપ્રિલ 2023ના રોજ ખાસ Watcho OTT પ્લેટફોર્મ પર યોજાશે.    

આ કહાની ખ્યાતનામ ફિલ્મ લેખક માધવ બક્ષીની પત્ની રચના બક્ષીની હત્યાની આસપાસમાં રચાયેલી છે. પોલીસ ઓફિસર ઇન્સ્પેક્ટર પાર્થનો આકર્ષક અભિનય અને રસપ્રદ કહાની ચોક્કસપણે દર્શકોને સ્ક્રીન સામે બેસી રહેવા માટે મજબૂર કરી દેશે. પાત્રો અને ટ્વીસ્ટનો દૃશ્ટાંતરૂપ સમન્વય દર્શકોને દરેક એપિસોડ સાથે વિચિત્ર અને અચંબામાં મૂકી દે તેવી સ્થિતિમાંથી લઇ જશે. 

મનઘડંત, એક પાવરફુલ પાત્રોના આધારે આગળ વધતી સિરીઝ છે, જેમાં  પ્રિન્સ રોડે, રાજુ ખેર, રિબ્બુ મેહરા, ડોલી ચાવલા, સત્યમવદાસિંહ, રૌનક ભિંડર, સંગીતા ઓડવાણી, આનંદ અજય, શ્વેત સિંહા, અવેઝ ખાન, રામ પ્રસાદ મિશ્રા, સમૃદ્ધિ ચઢ્ઢા, અંકુર મલ્હોત્રા અને પ્રવીણ બાબા સહિતના દમદાર કલાકારોએ કામ કર્યું છે જે દરેક પોતપોતાના અનોખા પાત્રને મોખરે લાવે છે.

આ લોન્ચિંગ અંગે ડિશ ટીવી ઇન્ડિયા લિમિટેડના ડિશ ટીવી અને WATCHOના માર્કેડિંગ વિભાગના કોર્પોરેટ હેડ શ્રી સુખપ્રિતસિંહે જણાવ્યું હતું કે, “Watcho વિવિધ શૈલીઓમાં મનમોહક સામગ્રી સાથે દર્શકોને સતત જોડાયેલા રાખવાનો પ્રયાસ કરે છે. “મનઘડંત” પણ આ નીતિમાં અપવાદ નથી, કારણ કે તેનાથી જોવાનો આકર્ષક અનુભવ મળશે તેવું તે વચન આપે છે. આ કહાની સતત જકડી રાખતા રહસ્યમય હત્યાના સસ્પેન્સ અને ષડયંત્રથી ભરેલી છે, અણધાર્યા ટ્વીસ્ટ અને વળાંકો સાથે કુશળતાપૂર્વક તૈયાર કરેલી છે, જે દર્શકોને આ સિરીઝ જોતી વખતે સતત ઉત્સુકતામાં રાખશે. Watcho આ રોમાંચક વેબ સિરીઝને તેના દર્શકો સુધી પહોંચાડવાનું ગૌરવ અનુભવે છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળી, આનંદ આપે તેવી સામગ્રી પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા પૂરી પાડે છે.”  

Share This Article