Ram Navami : જિયોહોટસ્ટારે લાખ્ખો લોકોને જોડીને અને દર્શકો અને તેમના મનગમતા અવસરો વચ્ચેનું અંતર દૂર કરીને તેને વધુ સમાવેશક અને પહોંચક્ષમ બનાવીને ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ અનુભવમાં ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે. કોલ્ડપ્લેનું મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ અને મહાશિવરાત્રિઃ ધ ડિવાઈન નાઈટના લાઈવસ્ટ્રીમને અદભુત સફળતા મળી હતી, જેણે લાખ્ખો દર્શકોને મોહિત કર્યા હતા. હવે આ મંચ 6ઠ્ઠી એપ્રિલના રોજ સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી અયોધ્યાથી સ્પેશિયલ લાઈવ સ્ટ્રીમ સાથે દર્શકો સમક્ષ રામનવમીનો તહેવાર લાવવા માટે સુસજ્જ છે. ઉજવણીમાં દંતકથા સમાન પદ્મવિભૂષણ શ્રી અમિતાભ બચ્ચનરામ કથાની રોચક વાર્તાનું કથન કરશે. ટેકનોલોજી સાથે સમુદાયની ઉજવણીઓને જોડીને લાઈવસ્ટ્રીમ એ વાત પર ભાર આપે છે કે જિયોહોટસ્ટાર પહોંચક્ષમતા બહેતર બનાવવા કટિબદ્ધ હોઈ સાંસ્કૃતિક અવસરો લાખ્ખો દર્શકોની નજીક લાવી રહી છે અને અવિસ્મરણીય અનુભવની ખાતરી રાખવા માગે છે.
આ યાદગાર અવસરના હાર્દમાં પદ્મવિભૂષણ શ્રી અમિતાભ બચ્ચન ભગવાન રામનાં મલ્યો પર સમકાલીન વિવેકવિચાર અને પ્રતિબિંબનું આદાનપ્રદાન કરશે, જેને લઈ ભારત માટે આપણા સાંસ્કૃતિક વારસાની વધુ રોચક ઉજવણી કરાશે અને ભાવિમાં ડોકિયું કરાવતા ધ્યેય પ્રેરિત થશે. તહેવારો ભગવાન રામના જન્મ અને પ્રવાસની ખુશી અને પૂજ્યભાવ મઢી લેતાં રામાયણના સાત કાંડ પ્રદર્શિત કરાશે, જે તેના વારસા સાથે દર્શકોનો આધ્યાત્મિક જોશ વધારવા માટે રામ જન્મભૂમિના હાર્દમાંથી સીધું લાઈવ સ્ટ્રીમ કરાશે. શ્રી અમિતાભ બચ્ચન બાળકો સાથે ઈન્ટરએક્ટિવ સત્ર પણ યોજશે, જેમાં સહભાગી અને રોચક રીતે કાંડની ચુનંદી વાર્તાઓ અને કિસ્સાઓ પ્રદર્શિત કરાશે. અયોધ્યામાં કરાતી વિશેષ પૂજાથી મંદિરોમાં પવિત્ર રીતરસમોથી ભદ્રાચલમ, પંચવટી, ચિત્રકૂટ અને અયોધ્યાથી અંતરને ઢંઢોળી નાખતી લાઈવ આરતીઓથી ભક્તિ ભજનો અને કૈલાશ ખેર તથા માલિકી અવસ્થી જેવા દિગ્ગજ કલાકારો દ્વારા મંત્રમુગ્ધ કરનાર સાંસ્કૃતિક પરફોર્મન્સ સુધી લાઈવસ્ટ્રીમ ભક્તિ અને એકત્રતાનું એકત્રિત ભાન જાગૃત કરશે.
આ પહેલ વિશે બોલતાં જિયોહોટસ્ટારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારી લાઈવ સ્ટ્રીમિંગ ક્ષમતાઓએ અમને ભારતભરના દર્શકોને સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ અનુભવો કરાવવા અભિમુખ બનાવ્યા છે. લાઈવ સ્પોર્ટસથી અમદાવાદથી લાઈવ કોલ્ડપ્લેથી તાજેતરની મહાશિવરાત્રિઃ ધ ડિવાઈન નાઈટના 14 કલાકના લાઈવસ્ટ્રીમ સુધીની ઈવેન્ટ્સની અદભુત સફળતાએ અમને અમારી સીમાઓને વધુ પાર કરવાની અને ભારતીય ગ્રાહકોને અસમાંતર અનુભવો પ્રદાન કરવાની પ્રેરણા આપી છે. રામનવમી આપણા દેશમાં અત્યંત પૂજ્યભાવ ધરાવતો અવસર છે અને અમને દેશના દરેક ખૂણે લાખ્ખો લોકો સામે તેની પવિત્ર ઉજવણી લાવવાનું સન્માનજનક લાગે છે. ખુદ લીજેન્ડ શ્રી અમિતાભ બચ્ચન ભગવાન રામના પ્રવાસનું કથન કરવાના હોવાથી આ અનુભવ આ પાવન અવસરે મજબૂત ભાવનાઓ જાગૃત કરીને રહેશે.’’
Teaser Link: https://www.instagram.com/reel/DH5TIDnssQH/?igsh=MXg5dzFqeGlhZjhkdw==
પદ્મવિભૂષણ શ્રી અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, “આવા પવિત્ર અવસરનો હિસ્સો બનવાનું આજીવન સન્માનજનક છે. રામનવમી તહેવારથી પણ વિશેષ છે. તે ઘેરા પ્રતિબિંબનો અવસર છે, ભગવાન રામે જેનો દાખલો બેસાડ્યો છે તે ધર્મ, ભક્તિ અને સચ્ચાઈના આદર્શો અંગીકાર કરવાનો સમય છે. જિયોહોટસ્ટાર થકી અમને શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની અભૂતપૂર્વ ઉજવણીમાં રાષ્ટ્રભરના લોકોને એકત્ર લાવીને અંતર દૂર કરવા માટે ટેકનોલોજીની શક્તિ સાથે આશીર્વાદ મળ્યા છે.’’
આવી પહેલો સાથે જિયોહોટસ્ટાર અસીમિત શક્યતાઓ ઉજાગર કરીને રાષ્ટ્રભરના દર્શકોને તેમના ઘરે બેઠાં બેઠાં તહેવારોનું સૌંદર્ય અનુભવવા અભિમુખ બનાવે છે. કોલ્ડપ્લે, મહાશિવરાત્રિ અને રામનવમી જેવી લાઈવ સ્ટ્રીમ ઈવેન્ટ્સ તૈયાર કરીને મંચ રોમાંચક અને ઊંડાણથી સહભાગિતા સાથે રાષ્ટ્રના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે.
તો ડિજિટલ ભક્તિની શક્તિ થકી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરો, 6ઠ્ઠી એપ્રિલે વિશેષ લાઈવસ્ટ્રીમ સાથે, ફક્ત જિયોહોટસ્ટાર પર.