ભારતનાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં ઓટીટી મંચમાંથી એક અને દર્શકોને નવી અને રસપ્રદ કન્ટેન્ટ પૂરી પાડવા માટે ઓળખાતું વોચોએ આજે મંચ પર હિંદીમાં ડબ કરેલી 34 કોરિયન વેબ સિરીઝ રજૂ કરવાની ઘોષણા કરી હતી.
‘#RozanaKDrama”ના સૂત્ર સાથે વોચો તેની વ્યાપક કોરિયન કન્ટેન્ટ લાઈબ્રેરીમાંથી રોજ 3 કલાકની કોરિયન કન્ટેન્ટ રિલીઝ કરશે. શોમાં ડ્રામા, એકશનથી લઈને રોમાન્સ અને સ્કાય-ફાય સુધી તેની નવી પેઢીના દર્શકોનું મનોરંજન કરવા સાથે તેમને જકડી રાખવા વચનબદ્ધ છે. આ સાથે વોચો હિંદીમાં ડબ કરેલા કોરિયન શો ઓફર કરીને વિશાળ ભારતીય દર્શકો માટે ઈન્ટરનેશનલ કન્ટેન્ટનું લોકશાહીકરણ કરવાની વધુ એક પગલું આગળ આવી છે. કુલ 650 કલાકથી વધુની કોરિયન કન્ટેન્ટ વારાફરતી રિલીઝ કરાશે, જેમાં નવા એપિસોડ મંચ પર રોજ સ્ટ્રીમ કરી શકાશે.
વિવિધ પ્રકારના શોમાં રોમાંચક લાઈન-અપમાં રોમાન્સ, કોર્પોરે કાવતરાં, ફેમિલી ડ્રામા, ફેન્ટસી, એડવેન્ચર અને સ્કાય-ફાય વગેરેનો સમાવેશ થા. આ લાઈન-અપમાં સૌપ્રથમ વેલ્કમ 2 લાઈફ છે, જે ફેન્ટસી ડ્રામા સ્વાર્થી વકીલની વાર્તા કરે છે, જે લોકોને કાયદાનો લાભ લેવા માટે મદદરૂપ થવા માગે છે. એક દિવસ તેની કારને રહસ્યમય અકસ્માત નડે છે અને તે સમાંતર દુનિયામાં દોરવાય છે.
ઉપરાંત લાઈન-અપમાં અમુક અવ્વલ ડ્રામામાં 1 % ઓફ સમથિંગ, એક્સ્ટ્રાઓર્ડિનરી યુ, કાયરોઝ અને ફ્લાવર ઓફ એવિલ વગેરેનો સમાવેશ થાય છે.
ડિશ ટીવી ઈન્ડિયા લિ.ના ડિશ ટીવી અને વોચોના માર્કેટિંગના કોર્પોરેટ હેડ શ્રી સુખપ્રીત સિંહે લોન્ચ પર બોલતાં જણાવ્યું હતું કે, “કોરિયન કન્ટેન્ટે તાજેતરમાં ભારતની મુખ્ય પ્રવાહ લોકપ્રિય સંસ્કૃતિમાં ઊંડાણમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. વોચો મૂળ વિસ્તરે છે તેમ અમે આ વધતી ગ્રાહકોની માગણીને પહોંચી વળીએ તે પણ મહત્ત્વપૂર્ણ છે. અમે ટિયર 2 અને ટિયર 3 બજારમાં પણ દર્શકો સુધી પહોંચીને અમારા દર્શકોને હિંદી ડબ કરેલી કોરિયન કન્ટેન્ટ આપવા માટે ભારે રોમાંચિત છીએ.”
સર્વ પ્રકારમાં સ્નેકેબલ કન્ટેન્ટનું અજોડ એસોર્ટમેન્ટ લાવતાં વોચો ઘણા બધા ઓરિજિનલ શો ઓફર કરે છે, જેમાં વેબ સિરીઝમાં ધ મોર્નિંગ શો, હેપ્પી, બૌચરે-ઈ-ઈશ્ક, હેપ્પી, ગુપ્તા નિવાસ, જૌનપુર, પાપા કા સ્કૂટર, આઘાત, ચીટર્સ- ધ વેકેશન, સરહદ, મિસ્ટરી ડેડ, જાલસાઝી, ડાર્ક ડેસ્ટિનેશન્સ, ઈટ્સ માય પ્લેઝર, 4 થિવ્ઝ, લવ ક્રાઈસિસ, અર્ધસત્ય ચોરિયાં અને રક્તચંદન, ઓરિજિન ઈન્ફ્લુએન્સર શોમાં લૂક આઈ કેન કૂક અને બિખરે હૈ અલ્ફાઝનો સમાવેશ થાય છે. તેનું અજોડ યુજીસી મંચ સ્વેગ પણ છે, જેમાં ઉપભોક્તાઓ તેમના ઓરિજિનલ વિડિયો નિર્માણ કરી શકે અને તેમની પ્રતિભાની ખોજ કરી શકે છે. સ્ક્રીન્સ (એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસી, ડિશ એસએમઆરટી ડિવાઈસીસ, ડીટુએચ મેજિક ડિવાઈસીસ અને ફાયર ટીવી સ્ટિક)માં અને www.WATCHO.com પર ઉપલબ્ધ વોચો હાલમાં 35થી વધુ ઓરિજિનલ શો, 300થી વધુ એક્સક્લુઝિવ નાટકો અને 100થી વધુ લાઈવ ચેનલો હિંદી, કન્નડ અને તેલુગુમાં પૂરાં પાડે છે.
ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી ડાયરેક્ટ- ટુ- હોમ (DTH) કંપની છે અને તેની છત્રછાયામાં ઘણી બધી વ્યક્તિગત બ્રાન્ડ્સ ધરાવે છે, જેમ કે, ડિશ ટીવી, ઝિંગ અને d2h. કંપનીને ઘણાં બધાં સેટેલાઈટ મંચોથી લાભ થાય છે, જેમાં SES-8, GSAT-15 અને ST-2નો સમાવેશ થાય છે અને 1134 MHzની બેન્ડવિથ ક્ષમતા ધરાવે છે, જે દેશમાં કોઈ પણ DTH ખેલાડી દ્વારા ધરાવવામાં આવતી સૌથી વિશાળ ક્ષમતા છે. ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડ તેનાં મંચો પર 31 ઓડિયો ચેનલો અને 78 HD ચેનલો અને સેવાઓ સહિત 730થી વધે ચેનલો અને સેવાઓ ધરાવે છે. કંપનીનું દેશનાં 9300 શહેરોમાં 3100 વિતરકો અને આશરે 2,73,000 ડીલરોનું વ્યાપક વિતરણ નેટવર્ક છે. ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડ 22 શહેરોમાં ફેલાયેલાં કોલ સેન્ટરો થકી તેના ભારતવ્યાપી ગ્રાહક મૂળ સાથે જોડાયેલી છે અને 12 અલગ અલગ ભાષામાં ગ્રાહકોની પૂછપરછ 24×7 હાથ ધરવા માટે સુસજ્જ છે. કંપની બાબતે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરો www.dishtv.in
હિર્દેશ અગરવાલ | ડિશ ટીવી ઈન્ડિયા લિ. | [email protected]
નિતેશ વર્મા | એમએસએલ | [email protected]| 8800806568