અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બોલનારા શિયા સેંટ્રલ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. રિઝવીએ દાવો કર્યો છે કે આ ધમકી પાકિસ્તાન તરફથી જ તેમને આપવામાં આવી છે. જમાત-એ-ઇસ્લામીના ઇમેઇલ આઇ ડી ઉપરથી આ ધમકીભર્યો ઇમેઇલ આવ્યો છે.
વસીમ રિઝવીએ કહ્યુ હતુ કે જે ઝંડામાં ચાંદો અને તારા હોય તે ઝંડો પાકિસ્તાની છે. આ વાત પર પાકિસ્તાનથી ધમકીભર્યો ઇમેઇલ રિઝવીને આવ્યો છે. ચાંદા અને તારા વાળો ઝંડો ઇસ્લામનો ન કહેતા રિઝવીએ પાકિસ્તાની ગણાવ્યો હતો. ઇમેઇલમાં લખવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાનના ઝંડાના નિશાન ચાંદ અને તારા ઉપર આંગળી ઉઠાવનારને જલ્દી જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.
રિઝવીએ કહ્યુ હતુ કે, દુનિયામાં કોઇ પણ દેશના ઝંડામાં ચાંદો અને તારા નથી. ભારતમાં પણ જે લોકો લીલા કલરમાં ચાંદો અને તારાના સિમ્બોલ વાળો ઝંડો ફરકાવે છે તે પાકિસ્તાનનો ઝંડો જ ફરકાવે છે. આ સ્ટેટમેન્ટથી વિવાદ શરૂ થયો હતો. હાલમાં જ આ ટિપ્પણીને લીધે રિઝવીને ધમકી મળી છે.