મુંબઇ: પાંચમી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર રોમેન્ટિક હિન્દી ફિલ્મ લવયાત્રી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહેલી નવી અભિનેત્રી ખુબસુરત વરીના હુસૈન ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે એક અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે છતાં સલમાન ખાને તેને મોટી તક આપી છે.તેનુ કહેવુ છે કે સલમાન ખાનની સાથે કામ કરીને તેની કિસ્મત હવે બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે પોતાની પ્રથમ ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તેનુ એક મોટુ સપનુ હવે પૂર્ણ થઇ રહ્યુ છે.
સલમાન ખાન આ ફિલ્મ મારફતે પોતાના સંબંધી આયુષ શર્મા અને વરીનાને એન્ટ્રી આપી રહ્યો છે. આ બે કલાકાર ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશ કરી રહ્યા છે. વરીના ફિલ્મમાં આયુષની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે રજૂ થવા જઇ રહી છે. ઇન્ટરવ્યુ દરમિયાન વરીનાએ કહ્યુ હતુ કે તે સલમાન ખાનની ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. જે તેના માટે ગર્વની બાબત છે. તેનુ કહેવુ છે કે તેનુ એક મોટુ સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે.
આ એક ખુબ મોટા બજેટની ફિલ્મ છે. તે ફિલ્મ તેમના માટે એક મોટી જવાબદારી પણ છે. ફિલ્મને લઇને તે સલમાન ખાનનો આભાર માને છે. વરીના હુસૈન આગ કહે છે કે સલમાન ખાન ખુબ સારી વ્યÂક્ત તરીકે છે. સલમાન દરેકની પૂરતી મદદ કરે છે. દરેક ચીજ માટે હમેંશા પોઝિટીવ પણ રહે છે. તેનુ કહેવુ છે કે સમગ્ર ફિલ્મ દરમિયાન સલમાને તેની ખુબ મદદ કરી હતી. તેના માટે તો સલમાન ખાન રિયલ લાઇફ હિરો સમાન છે. તેનુ કહે છે કે તે એક અલગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે. વરીના ફિલ્મી કેરિયર અંગે કહે છે કે જ્યારે તે પોતાના પ્રથમ પોર્ટફોલિયો કરી રહી હતી ત્યારે તે ખુબ જ નર્વસ દેખાઇ રહી હતી. કારણ કે બોલિવુડની દુનિયા તેના માટે બિલકુલ નવી હતી.
તેનુ કહેવુ છે કે આજે પણ તે પોતાને એજ જગ્યા પર અનુભવ કરે છે જ્યાં તે છ વર્ષ પહેલા હતી. લવયાત્રી તેની કેરિયરની પ્રથમ ફિલ્મ છે. આગળ ભવિષ્યમાં શુ થશે તે જાણતી નથી. જા કે તે સ્પર્ધામાં ટકી રહેવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં નમવી નવી અભિનેત્રીઓની એન્ટ્રી થઇ રહી છે ત્યારે આ અભિનેત્રી સ્પર્ધામાં ટકી શકશે કે કેમ તેને લઇને બોલિવુડમાં નવી ચર્ચા છે. જા કે તે પોતે આશાવાદી છે. પ્રથમ ફિલ્મ સલમાનના પ્રોડક્શન હેઠળ મળી છે જેથી તે ચોક્કસપણે તમામનુ ધ્યાન તો ખેંચનાર છે. સલમાન ખાન આ અભિનેત્રીથી ભારે પ્રભાવિત રહ્યો છે.