ઇટસ ઓફિશિયલ ! આપણી પેઢીના બે સુપરસ્ટાર્સ હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ વચ્ચેની અને વ્યક્તિત્વને રજૂ કરતી અને જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તેવા એકશન મનોરંજનનુ ટાઇટલ વોર (WAR) એક બીજા સામે જંગી સંઘર્ષ રજૂ કરે છે. આ વર્ષનું સૌથી મોટું એકશન એન્ટરટેઇનરમાં આ બન્ને સ્ટાર્સની અતુલ્ય એકશનમાં બન્ને સ્ટાર્સ અગાઉ ક્યારેય જોયા હોય એટલું પોતાની શરીરને મર્યાદાની બહાર સુધી લઇ જાય છે, તેમજ મૃત્યુને નોંતરે તેવા એકશન કૃત્યો તમને તમારી સિટ સાથે ઝકડી રાખશે. YRF એ ફરીથી માર્કેટિંગમાં નવીનતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કેમ કે તેણે મહત્તમ આશ્ચર્ય અને અસર માટે કોઇ પણ પૂર્વ પ્રમોશન કર્યા વિના લાંબા સમયથી ગુણવત્તાયુક્ત એકશન માટે વોર (WAR) જોવાલાયક બનશે કેમ કે તેમાં એક બીજાને હંફાવવા માટે હૃતિક અને ટાઇગરના પંજાઓ સામસામે અથડાશે.
દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કહે છે કે, “તમે જ્યારે ભારતના સૌથી મોટા અને શ્રેષ્ઠ અકશન કરતા સુપરસ્ટાર્સને એક ફિલ્મમાં લાવો છો અને એક બીજા સાથે સંઘર્ષ કરતા બતાવો છો ત્યારે મોટાપાયે સંઘર્ષ થતો હોય તેના વચનને યોગ્ય ઠેરવવા માટે એક ટાઇટલની જરૂર પડે છે. હૃતિક ને ટાઇગર એકબીજી સામે ઝનૂનથી અને નિર્દયી રીતે આગળ વધતા જોવાશે અને પ્રેક્ષકોને એ જોવાનું ગમશે કે આ અતુલ્ય જંગમાં કોણ કોને મ્હાત આપે છે. વોર (WAR) જ એકમાત્ર એવું ટાઇટલ છે જે આ ફિલ્મ વૈશ્વિક સ્તરે દર્શકો સમક્ષ રજૂ થઇ થવાનો પ્રયત્ન કરી રહી છે તે આ મોટા વચનને સારી રીતે પ્રદર્શિત કરે છે અનેએકશન જોવાના સ્તરને પણ રજૂ કરે છે.”
યશ રાજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલ, ભારે ઉર્જા ધરાવતી ફિલ્મમાં વાણી કપૂરને હૃતિક રોશનની સામે રજૂ કરવામાં આવી છે તે ૨ ઓક્ટોબર, ગાંધીજયંતિ અને રાષ્ટ્રીય રજાના દિવસે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજૂ થનાર છે.