વિયેતનામની નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા વર્ષનું તેનું વિશેષ પ્રમોશન જાહેર કરવા રોમાંચિત છે, જે પ્રવાસીઓને ગ્રુપ બુકિંગ્સ પર બચત કરવાની આકર્ષક તક આપશે. 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2024 સુધી પ્રવાસીઓ 3થી 5 લોકો (2 વર્ષથી ઓછી ઉંમરના નવજાત સિવાય)ના સમૂહ માટે ઈકો ટિકિટ્સના બુકિંગ કરાય ત્યારે 10 ટકા ડિસ્કાઉન્ટ (ટેક્સ અને ફી સિવાય) માણી શકે છે.
આ ખાસ પ્રમોશન વિયેતજેટના સંપૂર્ણ ફ્લાઈટ નેટવર્કમાં લાગુ થશે, જે પ્રવાસીઓને ઘટતા ભાડે વિવિધ પ્રકારનાં આકર્ષક સ્થળોની ખોજ કરવાની તક આપશે. આ પ્રમોશન માટે ફ્લાઈટનો સમયગાળો 1લી જાન્યુઆરીથી 25મી ઓક્ટોબર, 2025 સુધી વિસ્તારવામાં આવ્યો છે, જેથી આગામી હોલીડેઝ, ફેમિલી રિયુનિયન અથવા ગ્રુપ ગેટઅવેઝનું નિયોજન કરવાની ઉત્તમ તક આપે છે.
પ્રવાસીઓ વિયેતજેટ એરની વિધિસર વેબસાઈટ અથવા મોબાઈલ એપ થકી આસાનીથી ટિકિટો બુક કરી શકે છે. પ્રવાસીઓ એશિયા અને તેની પાર લોકપ્રિય સ્થળોનો સમાવેશ ધરાવતા વિયેતજેટ એરના વ્યાપક રુટ નેટવર્કની ખોજ કરવા આ મર્યાદિત સમયનો લાભ લઈ શકશે.
2024માં એરલાઈને એશિયા અને ઓસ્ટ્રેલિયામાં 168ના નેટવર્ક સાથે તેની વૈશ્વિક હાજરી વિસ્તારી છે. 2019થી વિયેતજેટ વિયેતનામ અને ભારત વચ્ચે સીધાં જોડાણો શરૂ કરવામાં અવ્વલ રહી છે. તેણે વધતી માગણીને પહોંચી વળવા માટે સતત રુટ્સનું વિસ્તરણ કર્યું છે. હાલમાં એરલાઈન મુખ્ય ભારતીય શહેરો નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીથી હનોઈ દા નાંગ અને હો ચી મિન્ગ સિટી જેવા વિયેતનામમાં મુખ્ય સ્થળોને જોડતા બે દેશો વચ્ચે 68 સાપ્તાહિક ફ્લાઈટ ચલાવે છે.