પોપ્યુલર ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટને અમેરિકન જાયન્ટ કંપની વોલમાર્ટે ખરીદી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ઉડી રહી હતી કે વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધુ છે. સોફ્ટબેન્કના સી.ઇ.ઓ મસાયોશીએ કનફર્મ કર્યુ છે કે વોલમાર્ટે ફ્લિપકાર્ટને 15 બિલિયન ડોલરમાં ખરીદી લીધું છે.
ભારતમાં ફ્લિપકાર્ટ ખૂબ પોપ્યુલર છે અને હવે તે વોલમાર્ટે ખરીદી લીધું છે. ઘણા સમયથી ચાલતી અફવાને હવે હકીકતમાં ફેરવી દેવામાં આવી છે. વોલમાર્ટ છેલ્લા ઘણા સમયથી ફ્લિપકાર્ટને ખરીદવામાં ઇન્ટ્રસ્ટેડ હતું. ઘણી બધી મિટિંગ બાદ છેવટે 15 બિલિયન ડોલરમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટની ડિલ ક્લોઝ કરી છે.