રેસ્ટોરન્ટમાં જ્યારે વેઇટર બિલ લઇને આવે છે ત્યારે બિલની સાથે અમુક એક્સટ્રા રૂપિયા તેને ટિપ તરીકે આપવામાં આવે છે. જે તે બિલના કેટલાંક ટકા તરીકે ટીપ તરીકે મળતા હોય છે.
શું તમે કોઇ દિવસ સાંભળ્યુ છે કે ૩૦૦૦ રૂપિયાના બિલ પર કોઇને ૨ લાખથી વધારેની ટીપ મળી હોય. અમેરીકામાં એક રેસ્ટોરન્ટમાં જમવા આવેલા દંપતિનુ બિલ ૪૪ ડોલર એટલે ભારતીય રૂપિયા અનુસાર ૩૦૦૦ રૂપિયા આવ્યુ હતુ. તેના પર દંપતિએ ૩૦૦૦ ડોલર એટલે કે ૨ લાખથી વધારેની ટિપ આપી દીધી હતી.
તે વેઇટરનું નામ બોઝમન હતુ. તેણે જણાવ્યુ કે આ ટીપનો ચેક જોઇને તેને વિશ્વાસ જ નહોતો થયો કે આટલા બધા રૂપિયા તેને ટિપ તરીકે મળ્યા હતા. તેણે બીજા વેઇટરને ચેક બતાવ્યો હતો અને વિશ્વાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે દંપતિને આ રેસ્ટોરન્ટમાં સ્માઇલ કરીને લોકોને આવકારવાની રીત ખૂબ ગમી હતી. તેથી દંપતિએ ખુશ થઇને ૩૦૦૦ ડોલર એટલે કે ૨ લાખ રુપિયાથી વધુની ટીપ વેઇટરને આપી દીધી હતી.