અમદાવાદ :
ઉદ્યોગસાહસિકોની સફળતાની વાર્તાઓને પ્રકાશિત કરવા માટે સમર્પિત સૌથી ઝડપથી વિકસતા ઓનલાઈન બિઝનેસ મીડિયા પ્લેટફોર્મમાં એક, VyapaarJagat.com ઈકો-ફ્રેન્ડલી બિઝનેસ પ્રેક્ટિસ, સ્થિરતા અને ઈકો-ફ્રેન્ડલી ઈનોવેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે અમદાવાદમાં “ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ”નું આયોજન કરી રહ્યું છે.
“ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ-2022” એ PeersBoard.com & Arristo Associates દ્વારા સંચાલિત છે અને તે 3 સપ્ટેમ્બર, શનિવારના રોજ સેન્ટર ઓફ એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન (CEE) ખાતે યોજાશે. તે ગ્રીન એન્ટરપ્રિન્યોર્સ વચ્ચે નેટવર્કિંગની સુવિધા આપશે. એટલે કે, ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ સ્થાપકો કે જેઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત છે અને ટકાઉ અને સ્થિર પ્રેક્ટિસનો અમલ કરીને ગ્રીન બિઝનેસનું સંચાલન કરી રહ્યા છે.
VyapaarJagat.com ના સ્થાપક ડૉ. પ્રવિણ પરમારે કહ્યું હતું કે, “આબોહવા પરિવર્તનની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર અને વિકટ બની રહી છે તથા પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વ્યવસાય પદ્ધતિઓ અપનાવીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. “ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ-2022” ઇકોપ્રેન્યોરને એક પ્લેટફોર્મ નીચે એકસાથે લાવવા માટે ભારતની તેના પ્રકારની પ્રથમ મીટ હશે. આ સંમેલન નવા સંબંધો બાંધવામાં અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓનો સમુદાય બનાવવામાં મદદ કરશે, જેઓ એકબીજા પાસેથી શીખી શકે અને સાથે મળીને મોટો તફાવત લાવવા માટે સહયોગ કરી શકે.”
“ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ-2022” પણ દેશની તેના પ્રકારની પ્રથમ નેટ-ઝીરો વેસ્ટ મીટ હશે. ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ-2022માં ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાંથી 500 થી વધુ ગ્રીનપ્રેન્યોર, ઇકો-માઇન્ડેડ લીડર્સ, એન્ટરપ્રેન્યોર્સ, સ્ટાર્ટઅપ્સ, ચીફ એક્ઝિક્યુટિવ્સ અને બિઝનેસ લીડર્સ ભાગ લઈ રહ્યા છે. આ એક આખા દિવસના સંમેલનમાં 200થી વધુ પ્રતિનિધિઓ અને રોકાણકારો પણ ભાગ લેશે. ગ્રીનપ્રેન્યોર કન્વેન્શન અને એવોર્ડ સમારંભમાં કેટલાક શ્રેષ્ઠ ગ્રીનપ્રેન્યોરનું સન્માન કરવામાં આવશે, જે ભારતનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન છે અને ગ્રીન ઉદ્યોગસાહસિકોના યોગદાન અને સફળતાની ઉજવણી કરે છે.
ડો. પરમારે ઉમેર્યું હતું કે, “ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ-2022 ભારત માટે શ્રેષ્ઠ અનુકુળ હોય તેવા અનન્ય ઉકેલો વિકસાવવાનો માર્ગ મોકળો કરશે અને આત્મનિર્ભર ભારત મિશનમાં મોટા પાયે યોગદાન આપશે.”