ડુંગરી : વલસાડના ડુંગરી નેશનલ હાઇવે-૪૮ સોનવાડા પટેલ ફળિયા કોર્સિગ પાસે સ્કોર્પિયો અને ટ્રક ઘડાકા સાથે અથડાઈ જતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના ડુંગરી નેશનલ હાઇવે વે ૪૮ પર અકસ્માત થયો હતો. વલસાડથી સુરત તરફ જઇ રહેલી સ્કોર્પિયો ગાડી સોનવાડા પટેલ ફળિયાના ક્રોસિંગ પાસે લÎજરી બસની સાથે ટકરાતા તે સામેની ટ્રેક પર ફંગોળાઇ ગઇ હતી. જેના કારણે સામેથી આવતી ટ્રકની સાથે તે ટકરાઇ ગઇ હતી. આ ગમક્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્કોર્પિયો ચાલકને ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ પણ મોત થયુ હતુ. સામેના ટ્રેક પર ટ્રક સાથે અકસ્માત થતા ટ્રક ચાલક તરત જ ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જે પૈકી એક સુરતના અડાજણ રોડ પર રહેતા ચિરાગભાઇ રાજેશભાઇ સાંરગનો સમાવેશ થાય છે. ૩૯ વર્ષીય કેતરભાઇ અવિનાશભાઇ પટેલનુ પણ મોત થયુ હતુ. આ ઉપરાંત વસાવા મેલાભાઇનુ પણ મોત થયુ હતુ. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી વસાવા વડોદરાના નિવૃત પોલીસ કર્મચારી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. અકસ્માતના મામલે જાણ થયા બાદ તરત જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઉંડી તપાસ હાથ ધરી હતી. ટ્રક ડ્રાઇવરને શોધી કાઢવા માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે.અકસ્માતને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. થોડાક સમય માટે વાહન વ્યવહારને અસર થઇ હતી.