વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના યુવા સંગઠન દ્વારા ગુજરાતના આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL-3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં રમાઈ રહી છે.
VPL 3નો શનિવારે સાંજે એક સાથે 5 શહેરમાં ભવ્ય શુભારંભ થયો છે. જેમાં લગભગ 10 હજારથી વધારે લોકોએ પધાર્યા હતા. અમદાવાદ ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એવમ્ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટ મુકામે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ તથા ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં વિશ્વઉમિયાધામ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર 4800 ખેલાડીઓ ભાગ લેશે. જેના ભાગ રૂપે 320 વધુ ક્રિકેટ ટીમ રમી રહી છે.
આ પ્રસંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે VPL -3નું આયોજન ગુજરાતના યુવાનોમાં નવી શક્તિ સંચારનું કાર્ય કરશે. ગામડા કે શહેરમાં રહેતા યુવાનોને વૈશ્વિક સ્તરે પહોંચવાનો મોકો મળશે. VPL-3ની ફાઈનલ મેચ દુબઈના શારજહામાં રમાશે. જેના કારણે ગુજરાતના ગામડાના યુવાનને ઈન્ટરનેશનલ સ્તરે ક્રિકેટ રમવાનો આનંદ મળશે. આવનાર દિવસોમાં VPLમાં રમનાર યુવાનો જ IPLમાં રમે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું