મતદાન સર્વે પરિણામ ઉપર પ્રતિબંધ મુકાયો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : આગામી તારીખ ૨૦ ડિેસેમ્બર-૨૦૧૮ના રોજ ૭૨-જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન અંગેના સર્વેક્ષણ અને સર્વેક્ષણના પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૭૨-જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધનો સમયગાળો તા.૨૦ ડિસેમ્બર ૨૦૧૮ના સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૫-૩૦ વાગ્યા સુધી રહેશે.

Share This Article