નવ દિલ્હી : લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં બે તૃતિયાશ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સોમવાર દિવસે મતદાનની સાથે પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. બાકીના બે તબક્કામાં હવે ૧૧૮ સીટ પર મતદાન બાકી છે. જ્યારે લોકસભાની કુલ ૫૪૩ સીટ પૈકી ૪૨૪ સીટ પર મતદાન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. પાંચ તબક્કામાં મતદાનને ધ્યાનમાં લેવામાં આવે તો હજુ સુધી ૬૭.૨૫ ટકા સુધી મતદાન થઇ ચુક્યુ છે. વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેનો દેખાવ વર્ષ ૨૦૧૪ કરતા વધારે શાનદાર રહેનાર છે. બીજી બાજુ બીજા પક્ષો પણ આને સત્તા પરિવર્તનની લહેર તરીકે જાઇ રહ્યા છે. સામાન્ય રીતે ખુબ વધારે મતદાન થાય છે ત્યારે એમ માનવામા ંઆવે છે કે સત્તા પરિવર્તન માટે મતદાન છે.
પરંતુ જ્યારે ઓછુ મતદાન થાય છે ત્યારે એમ માનવામાં આવે છે કે વોટરોમાં તેમના પ્રત્યે ઉત્સાહ નથી. જેને સત્તા પક્ષ પોતાની રીતે જુએ છે. જા કે કેટલીક ચૂંટણીમાં જુદા જુદા પ્રવાહના આંકડા પણ ખોટા સાબિત થયા છે. દેશભરમાં કેટલીક હોટ સીટ રહેલી છે. જેમાં રાયબરેલી, અમેઠી, આગરા, રામપુર, બેગુસરાઇ, મેનપુરી,ઉન્નાવ, કન્નોજ, આસનસોલ, લખનૌ, હજારીબાગ, જયપુર ગ્રામીણ, નાગોર, જેવી સીટનો સમાવેશ થાય છે.
વાયનાડ, શિવગંગા, રાજકોટ, ગાંધીનગ, બાંકા, અમરોહા, શિવગંગા પણ આવી જ સીટ રહેલી છે. મથુરાને પણ હોટ સીટ તરીકે ગણવામાં આવે છે. હવે વારાણસી સહિત દિલ્હીની કેટલીક હોટ સીટ પર મતદાન બાકી છે. પાંચ તબક્કાની વાત કરવામાં આવે તો દરેક તબક્કામાં બંપર મતદાન થયુ છે. જા કે ત્યાં હિંસાની ઘટના પણ બની છે. હાલમાં કોઇ નક્કરરીતે કહેવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી.