૧૩ વર્ષ બાદ સ્થાનિક ચૂંટણી માટે ઉત્સાહની વચ્ચે મતદાન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે હિંસાના કેટલાક બનાવ વચ્ચે પૂર્ણ થયું હતું. ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ ૧૧ જિલ્લાના સ્થાનિક એકમોમાં સાંજે ચાર વાગ્યા સુધી ઓછું પરંતુ મક્કમ મતદાન થયું હતું. જમ્મુ ક્ષેત્રના તમામ વોર્ડમાં મતદાન થયું હતું. ૧૧ જિલ્લાના ૪૨૨ વોર્ડમાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. કાશ્મીર ખીણમાં પણ મોટાપાયે મતદાન થયું હતું. સવારે સાત વાગ્યાથી જુદા જુદા વિસ્તારોમાં મતદાનની શરૂઆત થઇ હતી. ૧૩ વર્ષના ગાળા બાદ સ્થાનિક ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બીજા રાઉન્ડમાં મતદાન થશે. ૧૦૦૦૦થી વધુ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.

સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાની પ્રક્રિયા ચાલી હતી. ખીણના તમામ પોલિંગ બુથ સહિત જાહેર સ્થળો પર મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી  હતી. સાથે સાથે હિંસક દેખાવ અને પ્રદર્શનની શંકા વચ્ચે દક્ષિણ કાશ્મીર અને શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ ૩૨૧ વોર્ડમાં મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ચૂટણી પંચના કહેવા મુજબ પહેલા તબક્કા માટે કુલ ૪૨૨ વોર્ડમાં મતદાન કરાવવાની યોજના હતી. જા કે ૭૮ બોર્ડમાં માત્ર એક ઉમેદવારની ઉમેદવારીના કારણે તેમને બિન હરિફ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ૨૩ વોર્ડમાં કોઇ પણ  ઉમેદવાર દ્વારા ઉમેદવારી દાખલ કરવામાં આવી નથી.

જેથી પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું ન હતું. ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ મતદાનની પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી હતી. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન યોજવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના લોકોના કહેવા મુજબ પ્રથમ તબક્કામાં આજે જે વિસ્તારમાં મતદાન થયું હતું તેમાં જમ્મુ સંભાગના જમ્મુ નગર નિગમ, રાજારી, નૌશેરા, સુન્દરબની, પુંછ, સુરનકોટ, આરએસપુરા, અખનુર, જ્યોડિયા, કાલાકોટ, અરનિયા અને ખૌડનો સમાવેશ થાય છે. બીજી બાજુ કાશ્મીરમાં કોકરનાગ, હંદવાડા, બાંદાપોરા, બારામુલ્લા, કુપવાડા અને શ્રીનગર નગર નિગમના ત્રણ વોર્ડમાં વોટિંગ થયું હતું. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જમ્મુ જાનના ૧૦૦૦, કાશ્મીર જાનના ૧૩૮ લડાખના કુલ ૬૬ ઉમેદવારોના ભાવિ આજે સીલ થઇ ગયા હતા.

મતદાન પહેલા વહીવટી તંત્રે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ  હેઠળ રાખવામાં આવ્યા હતા હવે ૧૦મી ઓક્ટોબરના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. ત્રીજા તબક્કામાં ૧૩મી ઓક્ટોબરના દિવસે મતદાન યોજનાર છે. આવી જ રીતે ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/542ba27352f9b6f31bed6607c6a43cb3.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151