તમિળનાડુમાં મતદારો ભારે દુવિધામાં

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે. લોકસભાની ચૂંટણીમાં તમિળનાડુની પણ નિર્ણાયક ભૂમિકા રહે  છે કારણ કે આ રાજ્યમાં પણ લોકસભાની ૩૯ સીટો રહેલી છે. જેથી કોઇ પણ રાજકીય પક્ષને આ રાજ્ય પર ધ્યાન આપ્યા વગર કામ ચાલી શકે તેમ નથી. દિલ્હીમાં જે પાર્ટી સરકાર બનાવે છે તે પાર્ટીને આ રાજ્યમાં લોકો અને પાર્ટીનુ સમર્થન પણ જરૂરી રહે છે. આ વખતે શંકાની નજર તમિળનાડુ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આ બાબત જોવાની રસપ્રદ રહે શે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં રાજ્યના મતદારો ક્ષેત્રીય પક્ષો પર વિશ્વાસ કરે છે કે પછી રાષ્ટ્રીય દળો પર વિશ્વાસ રાખે છે. ચહેરાના નામની વાત કરવામાં આવે તો હવે બે દિગ્ગજ નેતા રહ્યા નથી. જેમાં જયલલિતા અને કરૂણાનિધીનો સમાવેશ થાય છે.

બંને નેતાઓના અવસાન બાદ બંને ક્ષેત્રીય પક્ષો માટે પણ આ ચૂંટણી નિર્ણાયક સાબિત થનાર છે. મતદારો કરૂણાનિધીની ડીએમકે પર વિશ્વાસ મુકે છે કે પછી જયાના અન્નાદ્રમુક પર વિશ્વાસ મુકે છે તે બાબત નિર્ણયક રહી શકે છે. પરંપરાગત દળ અથવા ફિલ્મી સ્ટાર છવાશે તે બાબત પણ અસરકારક રહેનાર છે. ચાર દશક પહેલા હી મેન ધર્મેન્દ્રની એક ફિલ્મ શાલીમાર આવી હતી. ફિલ્મમાં એક ગીત હુ આઇના હો હી રહેતા હે ચહેરે બદલ જાતે હે. આજના દિવસે તમિળનાડુની રાજનીતિમાં આ ગીત બિલકુલ યોગ્ય બેસે છે.રાજયના રાજકીય  અરીસામાં મતદારો એવા ચહેરાને શોધી રહી છે જે તેમના કામોને સમજી શકે અને તેમને રાહત આપી શકે. કરૂણાનિધી અને જયાના અવસાન બાદ તમિળનાડુમાં કોઇ લોકપ્રિય ચહેરા લોકોમાં નથી. તેમના અવસાનના કારણે શુન્યની સ્થિતીને ભરવા માટે કોઇ ચહેરા નથી. તમિળનાડુ એક દમદાર ચહેરાની તલાશમાં છે.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દળોની જંગી ભીડમાં કોઇ ચહેરા મળી રહ્યા નથી. જનતા જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે તેવા કોઇ ચહેરા નથી. છેલ્લા ૫૦ વર્ષના ગાળામાં તમિળનાડુમાં ૪૩ વર્ષ સુધી ત્રણ ચહેરા છવાયેલા રહ્યા હતા. ૨૯ વર્ષ સુધી કરૂણાનિધી, ૧૪ વર્ષ સુધી જયલલિતા અને દસ વર્ષ સુધી એમજી રામચન્દ્રને શાસન કર્યુ હતુ. પાંચ દશકમાં પ્રથમ વખત કોઇ એવા રાજકીય પંડિત નથી જે કહી શકે કે પ્રજા આ ચહેરા પર દાવ રમનાર છે. તમિળનાડુ દેશના એવા ખુબ ઓછા રાજ્યોમાં સામેલ છે જેમાં રાજકીય પક્ષો ચહેરાની પાછળ ઉભેલા નજરે પડે છે. તમિળનાડુમાં જયા અને કરૂણાનિધીની જગ્યા લેવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પોતાના પર કોઇને વિશ્વાસ નથી. જયા અને કરૂણા જેવી ઓળખ નવા નેતા ઉભી કરવાની સ્થિતીમાં નથી. મોટો પ્રશ્ન એ થાય છે કે ચાર મહિના બાદ યોજાનાર લોકસભાની ચૂંટણીમા મતદારો કયા ચહેરા અથવા તો ક્યા દળ પર પસંદગી ઉતારનાર છે. કેટલાક લોકો વિચાર્યા વગર સ્ટાલિનનુ નામ આપે છે.

પ્રશ્ન કરવા પર કહેવામાં આવે છે કે આજની તારીખમાં તમિળનાડુમાં સૌથી લોકપ્રિય નામ સ્ટાલિનનુ છે. તમામ ચહેરામાં સ્ટાલિન જ એવા નેતા તરીકે છે જેમને તમામ લોકો ઓળખે છે. છેલ્લા ચાર દશકમાં કરૂણાનિધીના નેતૃત્વમાં તેઓએ ડીએમકેને મજબુતી આપવા માટેનુ કામ કર્યુ છે. ચાર વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. સ્ટાલિનને હાલમાં પાર્ટીનો પૂર્ણ સાથ પણ મળી રહ્યો છે. બીજ બાજુ મુખ્યપ્રધાન પલાનીસ્વામી અને ઓ. પન્નીરસેલ્વમ પણ લોકપ્રિય લીડરો છે. જા કે તેમને સમગ્ર પ્રદેશમાં ઓળખ ઉભી કરવામાં સમય લાગી શકે છે. જયાના નજીકના સાથી રહી ચુકેલા શશિકલા નટરાજનના ભત્રીજા ટી. દિનાકરણે અન્નાદ્રમુક માટે મોટી સમસ્યા ઉભી કરી દીધી છે. દોઢ ડઝનથી વધારે ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છથે. તમિળનાડની રાજનીતિમાં આ વખતે ચૂંટણી ખુબ નિર્ણાયક રહેનાર છે. તમિળનાડુના મતદારો આ વખતે અસમંજસની સ્થિતીમાં છે. તેમને કોની સાથે રહેવુ જાઇએ તે મોટી દુવિધા છે. સામાન્ય વ્યક્તિમાં દુવિધા છે કે કોની સાથે રહેવામાં આવે. ફિલ્મી સ્ટારોની પણ ભૂમિકા તમિળનાડુની રાજનીતિમાં દેખાઇ રહી છે. હતી.

Share This Article