ફોક્સવેગનની નવી SUV, જીપ કંપાસને આપશે ટક્કર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી નવી કાર લોન્ચ થવાનો સિલસિલો ચાલુ જ છે ત્યારે ફોક્સવેગને એક નવી કાર લોન્ચ કરવાનું નક્કી કર્યુ છે. જેને ફોક્સવેગન એસ.યુ.વી એવુ કોડનેમ આપવામાં આવ્યું છે. આ નવી કારને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

ફોક્સવેગનની આ નવી એસ.યુ.વીની ટક્કર જીપ કંપાસ સાથે થશે. જીપ કંપાસની કિંમત 14.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ કંપાસમાં બે એન્જીનના વિકલ્પ છે જેમાં 1.4 લીટરનું મલ્ટીલેયર ટર્બોચાર્જ પેટ્રોલ એન્જીન અને 2.0લીટરના ટર્બોચાર્જ મલ્ટીજેટ ડીજલ એન્જીન આપવામાં આવ્યુ છે. કારનું પેટ્રોલ એન્જીન 162પીએસનો પાવર અને 250એન.એમનો ટોર્ક જનરેટ કરશે.જ્યારે તેનું ડિજલ એન્જીન 173પીએસનો પાવર અને 350એન.એમનો ટોર્ક જમરેટ કરશે. જીપ કંપાસના બંને એન્જીનની સાથે 7 સ્પીડ ડી.સી.ટી મેન્યુઅલ ટ્રાંસમિશનથી લેસ છે જ્યારે એના પેટ્રોલ એન્જીનની સાથે 7 સ્પીડ ડીસીટીનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

ક્યારે થશે ભારતમાં લોન્ચ ?

ફોક્સવેગન સૌપ્રથમ ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર 2020માં લોન્ચ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ 2020માં જ એસ.યુ.વી લોન્ચ થશે.

Share This Article