રજીસ્ટ્રેશનની અંતિમ તારીખઃ ૨૧ જાન્યુઆરી, ૨૦૧૮
ફોક્સવેગન મોટરસ્પોર્ટ ઈંડિયાએ ભારતમાં ફોક્સવેગન દ્વારા સંચાલિત વન-મેક સીરીઝ દોડની નવમી આવૃત્તિ માટે ચાલકોની પસંદગી માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યાની જાહેરાત કરવામાં આવી છે. એમએમએસસી-એફએમએસસીઆઇ ઇંડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપના એક ભાગના રૂપમાં આયોજીત થનારા ફોક્સવેગન એમિયા કપ ૨૦૧૮ની વન-મેક સીરીઝ દેશના તમામ રેસટ્રેક પર થશે. તેમાં ચેન્નાઇની નજીક મદ્રાસ મોટર રેસ ટ્રેક, કોયંબતુરની પાસે કેરી મોટર સ્પીડ-વે અને ગ્રેટર નોએડા સ્થિત ભારતના એકમાત્ર એફ૧ રેસટ્રેક બુધ્ધા ઇંટરનેશનલ સર્કિટ મહત્વપૂર્ણ નામ છે.
ફોક્સવેગન એમિયા કપ ૨૦૧૮નું ફોર્મેટ હાલમાં જ સંપન્ન થયેલા ફોક્સવેગન એમિયો કપ ૨૦૧૭ સીરીઝ જેવું હશે, જેણે ભારતના યુવા કાર-ચાલક પ્રતિભાઓને એક મંચ પ્રદાન કર્યો છે, જેથી તેમણે રેસિંગ કૌશલ્ય દર્શાવવા અને શીખવાની તક મળી શકે. એમિયો કપ ૨૦૧૭માં દેશના વિભિન્ન ભાગો અને વૈશ્વિક રેસિંગ સંપ્રદાયના ૨૦થી વધુ ચાલકો ભાગ લેશે.
૨૦૧૮ના સત્રમાં આવેદન કરી રહેલા ચાલકોએ એક વિશેષ ચાલક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે, જે આ વર્ષે ૨૭-૨૮ જાન્યુઆરીએ પુણેના ખરાડી ખાતે કાર્ટિંગ ટ્રેક પર પૂર્ણ થશે.
ફોક્સવેગન એમિયો કપના ફોર્મેટમાં એક સમાન ૨૦ મશીનોની ગ્રિડ અને સમગ્ર વર્ષમાં દસ રેસ નક્કી છે. તમામ ઇચ્છુક તથા ઉભરતા ચાલકો રજીસ્ટ્રેશન ફોર્મને ભરી શકે છે, જે https://docs.google.com/forms/d/e/1FAIpQLSfp- FPoNOnnstQDmwM3hSJXO239wTwzoAWGchBjpJ9ZJ_4AWA/viewform પર ઉપલબ્ધ છે અને વેબસાઇટ પર પૂર્ણ રીતે આવેદન પ્રક્રિયાને અપનાવો, જેથી મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત યોગ્યતાની પરખ થઇ શકે.