અમદાવાદ : યુરોપની અગ્રણી કાર ઉત્પાદક ફોક્સવેગને આજે બે નવી શ્રેણી કોર્પોરેટ બિઝનેસ સેન્ટર અને ફોક્સવેગન સિક્યોર રજૂ કરીને તેની ભારત પ્રત્યેની અગ્રતાઓને વધુ મજબૂત બનાવી છે. આ પહેલો આગામી ૧૨ મહિનાઓમાં ભારતમાં આ સેવાઓનું વિસ્તરણ કરવાના લક્ષ્ય સાથે સૌપ્રથમ કોચિનમાં ઈવીએમ મોટર્સ પ્રા. લિ. સાથે રજૂ કરવામાં આવી છે. ભારતમાં પ્રીમિયમ મોબિલિટીની ક્ષિતિજનું વિસ્તરણ કરતાં ફોક્સવેગન સિક્યોર શેષ મૂલ્ય પહેલ છે, જે વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત કારલાઈન તિગુઆન માટે રજૂ કરવામાં આવી છે. આ પહેલ થકી સંભવિત ગ્રાહકો ૩૬ મહિનાની મુદત પૂરી થયા પછી ૫૫ ટકાના શેષ મૂલ્યે એવોર્ડ વિજેતા એસયુવીની હવે ખરીદી કરી શકે છે.
ઉપરાંત પ્રથમ કોર્પોરેટ બિઝનેસ સેન્ટર (સીબીસી) ફોક્સવેગન કોચિન ખાતે સ્થિત હશે, જેમાં સમર્પિત ટીમ વિવિધ ક્ષેત્રોમાં વેપારોના બધા પ્રકાર માટે ક્યુરેટેડ સેવાઓ આપશે. ઉપરાંત સીબીસી ફોક્સવેગન ફાઈનાન્શિયલ સર્વિસીસ પાસેથી કસ્ટમાઈઝ્ડ રિટેઈલ ફાઈનાન્સ પ્રોડક્ટો સહિત તેના કોર્પોરેટ ગ્રાહકો માટે સેવાઓ અને આકર્ષક ઓફરોની શ્રેણીઓ પ્રદાન કરશે.
આ જાહેરાત વિશે બોલતાં ફોક્સવેગન પેસેન્જર કાર્સના ડાયરેક્ટર શ્રી સ્ટીફન નેપે જણાવ્યું હતું કે, ફોક્સવેગન કોર્પોરેટ બિઝનેસ સેન્ટર અને ફોક્સવેગન સિક્યોર ઉત્કૃષ્ટ પહેલો છે, જે પ્રીમિયમ મોબિલિટીને ભારતમાં અમારા ગ્રાહકો માટે વધુ એફોર્ડેબલ અને પહોંચક્ષમ બનાવશે. આગામી પાંચ વર્ષમાં ૩ ટકા બજાર હિસ્સો હાંસલ કરવાના ધ્યેય સાથે અમે અમારા વેપારો મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ. ગ્રાહકોને હાર્દમાં રાખીને અમે ભારતભરમાં આ સેવાઓનું વિસ્તરણ કરવાના અને ફોક્સવેગન પરિવારનું વિસ્તરણ કરવાના આત્મવિશ્વાસ સાથે આ પહેલો રજૂ કરવા માટે બેહદ ખુશ છીએ.