અમદાવાદ : દિવ્યાંગજનો માટે સતત સેવાકાર્યો કરવા જાણીતી વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ (એસએપી) દ્વારા ૨૫૦ દિવ્યાંગજનોને જીવનકાર્યમાં સરળતા આવે તે માટે ૫૦ કસ્ટમ વ્હીલચેર્સ, ૧૦૦ સ્માર્ટ ફોન્સ અને ૧૦૦ જેટલા સિવણ મશીનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરતી આ અનોખી અને પ્રેરણારૂપ સેવા જાઇને સૌ કોઇ આશ્ચર્યચકિત બન્યા હતા. દિવ્યાંગજનોને વ્હીલચેર્સ,સ્માર્ટ ફોન્સ અને સ્યુઈંગ મશીન્સનું વિતરણ માટે અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાઘબકરી જૂથનાં ચેરમેન શ્રી પિયુષ દેસાઈ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિતરહ્યાં હતાં.
આ કાર્યક્રમ અંગે વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી)નાં સ્થાપકશ્રી પ્રણવ દેસાઈએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને જીવનકાર્યમાં સરળતા રહે, શિક્ષણ અને રોજગારી મળી રહે તે હેતુસર અમે આ ઉપયોગી સાધન સામગ્રીનું વિતરણ કર્યું છે. સંસ્થા દ્વારા કુલ ૨૫૦દિવ્યાંગજનોને આ સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં ૫૦ દિવ્યાંગજનોને હરી ફરી શકે તે માટે વ્હીલચેર્સ, દૃષ્ટિની ખામી ધરાવતા ૧૦૦ દિવ્યાંગજનોને શીખવા માટે ૧૦૦ સ્માર્ટ ફોન્સ અને આર્થિક સ્વતંત્રતા માટે ૧૦૦ દિવ્યાંગજનોને સિવણ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી)નાં કાર્યકરો, બીપીએનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ભુષણ પુનાણી, વોઈસ ઓફએસએપીનાં સલાહકાર શ્રી રોહિત શાહ વગેરે હાજર રહ્યા હતાં. અગાઉ પણ ગત મહિનાની ૧૯મીતારીખે અને ૧ ડિસેમ્બરના રોજ વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી) દ્વારા આવા જપ્રકારના કાર્યક્રમો યોજાઈ ગયા હતાં. જેમાં ૧૦૦થીવધુ વિક્લાંગોનું સન્માન કરવામાંઆવ્યું હતું અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી) દિવ્યાંગજનો અને સમાજના ગરીબ તેમજ જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે અવારનવાર આ પ્રકારના પ્રોત્સાહક અને પ્રેરણારૂપકાર્યક્રમો યોજાતા રહે છે.